મગફળીઃ
1 મગફળી જો ઉપાડતા હોય તો ડોડવા ઓછા તૂટે તેનું ધ્યાન રાખવું.
2 ભેજવાળી મગફળીનો સંગ્રહ કરવો નહિ.
3 વરસાદની આગાહી ધ્યાનમાં રાખી મગફળી ઉપાડવી.
દિવેલાઃ
1 ઘોડીયા ઈયળના નિયંત્રણ માટે કવીનાલફોસ (૦.૦પ%) ર૦ મિ.લિ. અથવા કલોરપાયરીફોસ (૦.૦૪%) ર૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઓગાળી ૧પ દિવસના અંતરે બે છંટકાવ કરવા.
2 પુખ્ત ચાંચવાને મારવા માટે ક્વીનાલફોસ ૧.૫ ટકા ભૂકી અથવા ફેનવાલરેટ ૦.૪ ટકા ભૂકી પ્રતિ હેક્ટરે ૨૫ કિગ્રા પ્રમાણે કપાસના પાક પર છાંટવી. આ દવા શેઢાપાળા પર પણ છાંટવી.
3 કપાસ સાવ સુકાઈ ગયો હોય અથવા રીકવર થાય તેમ ન હોય તો તેને ઉપાડી સાંઠીયુંને ખાડમાં નાખી દેવી.
4 રવિ પાક માટેનું આયોજન કરો.
5 MDP ટ્યુબનો ગુલાબી ઈયળ માટે ઉપયોગ કરો. હેક્ટરમાં ૧૦૦૦ ટપકા મુકવા.
6 વરસાદ પછી વધુ ભેજ હોય તો એમોનિયમ સલ્ફેટ ખાતર આપવું. સારી સ્થિતીમાં વરાપ હોય તો યુરીયા ખાતર આપવું.
7 વૃદ્ધિ માટે ૧૯-૧૯-૧૯ , ૧૦૦ ગ્રામ સાથે ગ્રેડ-૪ માઈક્રોન્યુટ્રીયન્ટ પમ્પમાં ૨૫ ગ્રામ નાખી છંટકાવ કરવો.
8 અત્યારે ખાસ કરીને ૪ જી તેમજ ૫ જી માં વચ્ચે છોડ પીળા પડી સુકાઈ જાય છે તો તેના માટે તેમાં વધારાનો ખર્ચ કરશો નહિ.
તલઃ ઉભડામાં લાગતા કાળા ભૂરા ચુસીયા માટે ખેતરમાં ઉભડા કરવાની જગ્યાએ તથા ઉભડા ફરતે જમીન ઉપર સાઈપરમેથ્રીન ૦.રપ % ભુકીનો છંટકાવ કર્યા પછી જ તલના ઉભડા કરવા. ઉભડા ઉપર દવાનો છંટકાવ કરવો નહી. આમ કરવાથી જંતુનાશક દવા તલના દાણાં સાથે ભળતી અટકાવી શકાય.
ઘઉંઃ ઘઉંનું વહેલા વાવેતર કરવું નહિ.
તુવેર: તડતડિયા
ઓળખ: બચ્ચાં તેમજ પુખ્ત બંને આછા-લીલા રંગના અને ફાચર આકારના હોય છે અને તેમને અડકતા ત્રાંસા ચાલે છે. પાંખની પહેલી જાડની પાછળની ધાર પાસે કાળા ટપકાં હોય છે. છોડને સહેજ હલાવતા પુખ્ત કીટકો ઉડે છે અને તડ-તડ અવાજ પણ આવે છે.
નુકસાન:બચ્ચાં તેમજ પુખ્ત કીટક છોડનાં કુમળા ભાગમાંથી રસ ચૂસે છે. પરિણામે પાનની ધાર પીળી પડી જાય છે. વધારે ઉપદ્રવ થતાં પાન નિસ્તેજ બની અંદરની બાજુ વળી વાટકા આકારના થઈ જાય છે. વધુ ઉપદ્રવને લીધે પાન તામ્રવર્ણા થઈ સુકાવા લાગે છે અને અંતે ખરી પડે છે, જેથી પાક ઉત્પાદન પર માઠી અસર થાય છે. આ જીવાત ખાસ કરીને ચોળા તેમજ મગનાં પાકમાં વિશેષ પ્રમાણમાં નુકસાન કરે છે.
પાકની વાવણી પહેલા કાર્બોફયુરાન ૩જી ૩૦ કિ.ગ્રા./ હે. પ્રમાણે ચાસમાં આપવાથી પાકને શરૂઆતની અવસ્થામાં તડતડીયા અને અન્ય ચૂસિયા પ્રકારની જીવાતના નુકસાનથી બચાવી શકાય છે. વધુ ઉપદ્રવ જણાય તો શોષક પ્રકારની દવા, જેવી કે ડાયમીથોએટ ૧૦ મિ.લિ. અથવા ફલોનીકામાઈડ ૩ ગ્રામ અથવા થાયામીથોકઝામ ૪ ગ્રામ અથવા ઈમિડાકલોપ્રીડ ૪ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં મેળવીને જરૂરત મુજબ છંટકાવ કરવો.
તલઃ અર્ધ શિયાળુ તલ માટે પૂર્વા તલ – ૧નું વાવેતર કરવું.
શાકભાજીઃ
1 શાકભાજીમાં ભૂકી છારાના નિયંત્રણ માટે થયોફેનેટ મિથાઇલ ૭૦ ટકા વે.પા. ૭ ગ્રામ ૧૦ લિટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
2 સફેદમાખીના નિયંત્રણ માટે ઈમીડાકલોપ્રીડ ૦.૦૦પ ટકા (૧૦ મિ.લિ./૧૦ લિટર પાણી), ટ્રાયઝોફોસ ૦.૦૪ ટકા (૧૦ મિ.લિ./૧૦ લિટર પાણી) અથવા મિથાઈલ-ઓ-ડીમેટોન (૧૦ મિ.લિ./૧૦ લિટર પાણી) પૈકી કોઈપણ એક દવાનો છંટકાવ વારાફરતી કરવો.
જુવારઃ 1જુવારના મધિયાથી બચવા માટે ઝાયરમ ૦.ર ટકાના બે છંટકાવ જેમાં પ્રથમ છંટકાવ ફૂલ અવસ્થા
પહેલાં અને બીજા છંટકાવ પ૦% ફૂલ અવસ્થા દરમ્યાન કરવાથી મધિયાના રોગને કાબૂમાં લઈ શકાય છે.
2 ઘાસચારાની જુવાર દાતરડાથી વાઢી પાથરી સુકવી વહેલી સવારમાં પૂળા બાંધી ઓઘલા કરી સૂર્યના તાપમાં સુકવી દઈ યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવો.
મકાઇઃ1 મકાઈમાં ગાભામારાની ઈયળ ના નિયંત્રણ માટે ઉગાવા પછી ૩૦ થી ૪૦ દિવસે કાર્બાફ્યુરાન ૩જી ૧૦ કિ./હે છાંટવાની ભલામણ છે
2 બાજરીમાં ડુંડા અવસ્થાએ ફુલ બેસવાના સમયે થાયરમ ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
3 બીડી તમાકુમાં ધરું ઉછેરમાં એઝોકસીસ્ટ્રોબીન ૧૦ મિ.લિ. / ૧૦ લિટર પાણીમાં નાખી, ધરુંવાડિયામાં છંટકાવ કરવો.
ઔષધિય પાક (અશ્વગંધા): કટ વોર્મ જીવાત
1 ઈયળોને હાથ વડે પકડીને તેનો નાશ કરવો.
2 પાકની વાવણી પહેલા નીંદણનો વ્યવસ્થિત નિકાલ કરી નાશ કરવો.
3 પાક વાવતી વખતે ચાસમાં કાર્બોફયુરાન ૩ જી ૩૩ કિગ્રા/હે. પ્રમાણે આપવું.
બાગાયતઃ
1 લીંબુમાં ગુંદરીયાનાં નિયંત્રણ માટે બોર્ડોપેસ્ટ લગાવી અને ફોઝોટાઇલ ૦.૨% નો અસરગ્રસ્ત ઝાડમાં છંટકાવ કરવો.
2 દેશી નાળીયેરીમાં ખારા પાણી ખેતીમાં ઝાડ દિઠ ૬૦ કિલો છાણીયું ખાતર આપવું.
તુવેરઃ
1 તુવેરના પાકમાં ફુલ અવસ્થા અને શીંગોમાં દાણા ભરાવાની અવસ્થાએ ભેજની ખેંચ જણાય તો પિયત આપવું.
2 લીલી ઇયળનાં નિયંત્રણ માટે નર ફૂદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવા. પરભક્ષી કીટકોઃ પરભક્ષી કીટકોમાં દાળિયા (લેડી બર્ડ ક્રાયસોપા અને પરભક્ષી ચૂસિયાં નુકસાનકારક જીવાતના જૈવિક નિયંત્રણ માટે અગત્યના છે. દાળિયાની ઇયળ અને પુખ્ત એમ બંને અવસ્થા મોલો, તડતડીયાં, સફેદમાખી, થ્રીપ્સ, ચિટકો અને ભીંગડાવાળી જીવાતનું ભક્ષણ કરી તેની વસ્તીનું કુદરતી રીતે જ નિયંત્રણ કરે છે. આ પરભક્ષી કીટકને આપણે ત્યાં પ્રયોગશાળામાં મોટા પાયા પર ઉછેરવાની તાંત્રિકતા હજુ સુધી વિકસાવેલ જ હોય વ્યાપારી ધોરણે ઉત્પાદન થતું નથી. તે જ રીતે ક્રાયસોપા કે જેને ખેડૂતો લીલી પોપટી તરીકે ઓળખે છે. તેની ઇયળ મોલો ઉપરાંત અન્ય પોચા શરીરવાળી જીવાતો અને લીલી ઇયળના ઇંડાં પર નભે છે. ક્રાયસોપાની ઇયળ પોતાના ૬ થી ૮ દિવસના જીવનકાળ દરમ્યાન લગભગ રપ૦-૩૦૦ જેટલી મોલોનો સંહાર કરે છે. કપાસનાં પાક ફરતે મકાઈ અને જુવારને ઉગાડવાથી તેની પરાગરજ પર ક્રાયસોપા અને દાળિયા નભે છે અને આવા પરભક્ષી કીટકોની વસ્તી વધતી હોવાનું જણાયેલ છે. સામાન્ય રીતે કપાસના પાકમાં પ્રતિ હેકટર વિસ્તાર દીઠ ૧૦ થી ૧૪ હજાર ક્રાયસોપાની ઇયળો (ર થી ૩ દિવસની) છોડવાથી મોલોની વસ્તી કાબૂમાં રહે છે. ટ્રાયકોગ્રામા ભમરીની માફક ક્રાયસોપાને પણ ચોખાના ફૂદાંના ઇંડા પર પ્રયોગશાળામાં મોટા પાયા પર ઉત્પન્ન કરી શકાય છે તેથી કેટલાક રાજયોમાં તે વ્યાપારી ધોરણે મળતા થયા છે. દાળિયાં અને ક્રાયસોપા ઉપરાંત મેન્તીડ, સ્ટેફેલીનીડ, ટાઈગર બીટલ( શિકારી ઢાલીયા) જુદી જુદી જાતિના કરોળિયાં વગેરે નુકસાનકારક જીવાતોનું ભક્ષણ કરી કુદરતી રીતે તેની વસ્તી કાબૂમાં રાખે છે.
પરભક્ષી કીટકોઃ પરભક્ષી કીટકોમાં દાળિયા (લેડી બર્ડ બીટલ), ક્રાયસોપા અને પરભક્ષી ચૂસિયાં નુકસાનકારક જીવાતના જૈવિક નિયંત્રણ માટે અગત્યના છે. દાળિયાની ઇયળ અને પુખ્ત એમ બંને અવસ્થા મોલો, તડતડીયાં, સફેદમાખી, થ્રીપ્સ, ચિટકો અને ભીંગડાવાળી જીવાતનું ભક્ષણ કરી તેની વસ્તીનું કુદરતી રીતે જ નિયંત્રણ કરે છે. આ પરભક્ષી કીટકને આપણે ત્યાં પ્રયોગશાળામાં મોટા પાયા પર ઉછેરવાની તાંત્રિકતા હજુ સુધી વિકસાવેલ જ હોય વ્યાપારી ધોરણે ઉત્પાદન થતું નથી. તે જ રીતે ક્રાયસોપા કે જેને ખેડૂતો લીલી પોપટી તરીકે ઓળખે છે. તેની ઇયળ મોલો ઉપરાંત અન્ય પોચા શરીરવાળી જીવાતો અને લીલી ઇયળના ઇંડાં પર નભે છે. ક્રાયસોપાની ઇયળ પોતાના ૬ થી ૮ દિવસના જીવનકાળ દરમ્યાન લગભગ રપ૦-૩૦૦ જેટલી મોલોનો સંહાર કરે છે. કપાસનાં પાક ફરતે મકાઈ અને જુવારને ઉગાડવાથી તેની પરાગરજ પર ક્રાયસોપા અને દાળિયા નભે છે અને આવા પરભક્ષી કીટકોની વસ્તી વધતી હોવાનું જણાયેલ છે. સામાન્ય રીતે કપાસના પાકમાં પ્રતિ હેકટર વિસ્તાર દીઠ ૧૦ થી ૧૪ હજાર ક્રાયસોપાની ઇયળો (ર થી ૩ દિવસની) છોડવાથી મોલોની વસ્તી કાબૂમાં રહે છે. ટ્રાયકોગ્રામા ભમરીની માફક ક્રાયસોપાને પણ ચોખાના ફૂદાંના ઇંડા પર પ્રયોગશાળામાં મોટા પાયા પર ઉત્પન્ન કરી શકાય છે તેથી કેટલાક રાજયોમાં તે વ્યાપારી ધોરણે મળતા થયા છે. દાળિયાં અને ક્રાયસોપા ઉપરાંત મેન્તીડ, સ્ટેફેલીનીડ, ટાઈગર બીટલ( શિકારી ઢાલીયા) જુદી જુદી જાતિના કરોળિયાં વગેરે નુકસાનકારક જીવાતોનું ભક્ષણ કરી કુદરતી રીતે તેની વસ્તી કાબૂમાં રાખે છે.