ડાંગર
ડાંગર: કરમોડી / ખડખડીયો / બ્લાસ્ટ
– રોગ જણાય કે તરત જ ટ્રાયસાયકલાઝોલ ૭૫ વેપા ૬ ગ્રામ અથવા આઈપ્રોબેનફોસ ૪૮ ઈસી ૧૦ મિ.લિ. અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી ૧૫ – ૨૦ દિવસના અંતરે જરૂરિયાત મુજબ બે થી ત્રણ છંટકાવ કરવા.
– પાકમાં ભલામણ મુજબ જ નાઈટ્રોજનયુક્ત ખાતર આપવા.
કપાસ
– મુળખાઈ અને સુકારો ઉભા પાકમાં રોગ જાવા મળે કે તુરંત જ મેન્કોઝેબ ૭૫ વેપા, ૦.૨ ટકા (૧૦ લિટરમાં ૨૭ ગ્રામ) અથવા કોપર ઓકસીકલોરાઈડ ૦.૨ ટકા (૧૦ લિટરમાં ૪૦ ગ્રામ) અથવા કાર્બેંડાઝીમ ૦.૧ ટકા (૧૦ લિટરમાં ૧૦ ગ્રામ) નું મિશ્રણ સુકાતા છોડની આજુબાજુ ૫૦ – ૬૦ છોડના થડ પાસે રેડવુ તથા ૪ થી ૫ દિવસ પછી યુરિયા કે એમોનિયમ સલ્ફેટ આપવું.
– ગુલાબી ઈયળના નિયંત્રણ માટે વીઘે ૬ થી ૭ ફેરોમેન ટ્રેપ મુકવા.
– ટ્રાઇકોકાર્ડ વીઘે ૨ કાર્ડ મુજબ ઇંડાના પરજીવીકરણ માટે અઠવાડિયાનાં અંતરે ખેતરમાં પાંચ વાર મુકવા.
– ચીમળાઈ ગયેલ ફૂલ, ચાપવા, કળીઓ, જીંડવાઓ દર ત્રણ દિવસે વીણી સળગાવી નાશ કરવો.
– સુંઢિયું જાવા મળે ત્યારે કપાસના થડ પાસે ક્લોરપાયરીફોસ ૧૦ લિટર પાણીમાં ૨૦ મિ.લિ. દવાનું દ્રાવણ રેડવું, જેથી ઈયળોનો નાશ થાય. ભૂકીરૂપ દવા આ જીવાત સામે વધુ અસરકારક જણાયેલ છે. તેમ છતાં પ્રવાહી/દ્રાવ્યરૂપ ક્વીનાલફોસ ૨૦ મિ.લિ. ઇન્ડોક્ઝાકાર્બ ૨ થી ૫ મિ.લિ., પ્રોફેનોફોસ ૧૦ થી ૧૫ મિ.લિ. થાયોડીકાર્બ ૭ ગ્રામ દવા પૈકી કોઈ એક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.પર્યાવરણ માટે સલામત હોય તેવી જંતુનાશક દવાઓ જેવી કે બ્યુવેરીયા બાસીયાના ૮૦ ગ્રામ પ્રતિ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
મગફળીઃ મગફળીમાં અફલાટોકસીન ઘટાડવા માટે નીચેના પગલાં લેવા જાઈએ.
– કરિયાની રાંપને બરાબર એ રીતે ગોઠવો કે જેથી મગફળી ઉપાડતી વખતે ડોડવાને ઈજા ન થાય કે નહીવત થાય. મગફળીને નાના ઢગલા – પાથરામાં ડોડવા ઉપર રહે, ચારો નીચે રહે તેમ સૂકવો. ખેતરમાં ૬ થી ૭ દિવસમાં મગફળી સુકાઈ જાય ત્યાં સુધી રાખો.
– યંત્રથી નુકસાન થયેલ અથવા જીવાતથી નુકસાન થયેલ ડોડવાને દુર કરો.
કઠોળઃ કઠોળ પાકોની કાપણી વખતે પાકને ઉપાડવો નહિ પણ કાપવો લીલો પડવાશ કરવો.
જુવારઃ દાણાની જુવાર દુધિયા દાણાની અવસ્થાએ ભેજની ખેંચ જણાય ત્યારે પિયતની સગવડ હોય તો પૂરક પિયત આપવું.
શેરડીઃ સફેદ મોલોનો ઉપદ્રવ વધ્યો છે. આ જીવાતનો ઉપદ્રવ સૌરાષ્ટÙમાં પ્રથમ જાવા મળેલ છે. આ જીવાત છાંયાવાળી જગ્યાએ પાકમાં વધુ જાવા મળે છે. શક્ય બને તો શેરડીના સુકા પાન કાઢતા જવા જેથી બીજા રોગ – જીવાત પણ ઓછા આવે. ઉપદ્રવીત પાનને દુર કરવા. પરભક્ષી કાળા દાળિયા (કીટક) વધે તેવા પ્રયત્નો કરવા.
– વર્ટીસીલીયમ લેકાની કે બીવેરીયા બાસીયાના મેંટારીઝમ નામની ફૂગનો
પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.
વર્મીવોશઃ વર્મીવોશ બનાવી તેનાં છંટકાવથી ભીંડા, રીંગણ વગેરે શાકભાજીમાં ઉપયોગથી ઘણો ફાયદો થાય છે. કિટકનાશક તરીકે પણ કામ કરે છે.
– છોડ જુસ્સાવાળો અને રોગ-જીવાત પ્રતિકારક ક્ષમતા ધરાવતો પેદા થાય છે. પેદાશની ગુણવત્તા સુધરે છે.
તમાકુ: સફેદ ટપકા / સફેદ ચાંચડી: હેક્ઝાકોનાઝોલ
૫ એસસી ૧૦ મિ.લિ. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૩૦ ગ્રામ અથવા કાર્બેન્ડાઝિમ ૫૦ વેપા ૫ ગ્રામ અથવા કાર્બેન્ડાઝિમ ૧૨ % મેન્કોઝેબ ૬૩ % વેપા ૩૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી કોઈપણ એક ફુગનાશકનો વારાફરતી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.
બાગાયત: આંબા – ચીકુ અને જામફળની વાડીમાં નર તેમજ માદા ફળમાખીના નાશ માટે ફેન્થેઓન ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
નાળીયેરી: કાળા માથાવાળી ઇયળ પાનની નીચે નુકસાન કરે છે આનો ઉપદ્રવ આખા વર્ષ દરમ્યાન વત્તા-ઓછા પ્રમાણમાં જાવા મળે છે.
– નિયંત્રણ માટે પાન પર વધુ નુકસાન હોય તો તેને કાપી નાશ કરવો. અને નિયમિત પિયત આપવું.
– ઓછો ઉપદ્રવ હોય ત્યારે ફોઝોલોન૩૫ ઇસી ૩૦ મિ.લિ. અથવા મોનોક્રોટોફોસ ૩૬ એસ.એલ. ૧૫ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
શાકભાજીઃ રીંગણી, મરચી, ટામેટી, તમાકુ: ધરૂ મૃત્યુ / ધરૂનો કોહવારો રોગ દેખાય ત્યારે એઝોકિસસ્ટ્રોબિન ૨૩ એસસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણી અથવા ફેનામીડોન ૧૦ % મેન્કોઝેબ ૫૦ % વેપા ૩૦ ગ્રામ ૧૦ લિટર પાણીનો છંટકાવ કરવો અથવા મેટાલેક્ષીલ એમઝેડ ૬૮ વેપા ૨૦૦ લિટર પાણીમાં ૩૨ ગ્રામ મુજબ ઓગાળી એક ગુંઠા વિસ્તારમાં ઝારાથી રેડવું અથવા ૦.૬ % બોર્ડો મિશ્રણનું દ્રાવણ ઝારાની મદદથી પ્રતિ ચોરસ મિટરે બે લિટર મુજબ આપવાથી આ રોગને અસરકારક રીતે અટકાવી શકાય.
પરજીવી કીટકો:
ખેતીપાકોમાં નુકસાન કરતી જીવાતો પર વિવિધ જાતિના પરજીવી કીટકો નોંધાયેલા છે. આવા પરજીવી કીટકો જે તે જીવાતની જુદી જુદી અવસ્થાઓ જેવી કે ઇંડાં, ઇયળ, બચ્ચાં, કોશેટો કે પુખ્ત કીટક પર રહી જીવન ગુજારે છે અને તેની વસ્તીમાં ઘટાડો કરે છે. વિવિધ પરજીવી કીટકો પૈકી ટ્રાઇકોગ્રામા ભમરી ખૂબ જ અગત્યનું પરજીવી કીટક ગણાય છે. આ ભમરીની ઘણી જાતિઓ નોંધાયેલ છે. તે ખાસ કરીને ખેતીપાકોમાં નુકસાન કરતી રોમપક્ષ શ્રેણીની (ફૂદાં અને પતંગિયા) જીવાતોએ મૂકેલા ઇંડા પર પરજીવીકરણ તેનો ઇંડા અવસ્થામાં જ નાશ કરે છે. માદા ભમરી પોતાના ૪ થી પ દિવસના જીવનકાળ દરમ્યાન લગભગ ૧૦૦ થી ૧ર૦ જેટલાં ઇંડાનું પરજીવીકરણ કરી શકે છે. ટ્રાયકોગ્રામા ભમરીને પ્રયોગશાળામાં ડાંગરની ફૂદીએ મૂકેલાં ઇંડા પર મોટા પાયા પર ઉછેરી શકાય છે. આ રીતે ટ્રાયકોગ્રામા ભમરીનું વ્યાપારી ધોરણે બનતા હાલ તે બજારમાં ટ્રાઇકોકાર્ડ સ્વરૂપે ઉપલબ્ધ થયેલ છે. આવા એક ટ્રાઇકોકાર્ડમાં આશરે ૧પ થી ર૦ હજાર જેટલા પરજીવીકરણ થયેલ ઇંડા હોય છે. જાકે ચણા, તમાકુ અને તુવેરના પાકમાં ટ્રાયકોગ્રામા ભમરી અસરકારક જણાયેલ નથી. સામાન્ય રીતે જે તે પાકમાં જીવાતના ઉપદ્રવને ધ્યાનમાં રાખી ૧.પ થી ર લાખ ટ્રાયકોગ્રામા ભમરી પ્રતિ હેકટર પ્રમાણે છોડવાની ભલામણ કરવામાં આવે છે. જીવાતની ઇંડા અવસ્થા ખેતરમાં જાવા મળે ત્યારે સાંજના ઠંડા પહોરે છોડવાથી તેની અસરકારકતામાં વધારો થાય છે. કપાસ અને ટામેટાના ખેતરમાં પીળા ફૂલવાળી આફ્રિકન મેરીગોલ્ડ (હજારીગલ) ના છોડ પિંજરપાક તરીકે ઉછેરાતા લીલી ઇયળની માદા ફૂદીઓ હજારીના ફૂલ પર ઇંડા મૂકવાનું વધુ પસંદ કરે છે અને આવા ઇંડાંનું ટ્રાયકોગ્રામા ભમરી દ્વારા ખુબ જ મોટી સંખ્યામાં પરજીવીકરણ કુદરતમાં ટ્રાયકોગ્રામા ભમરીની વસ્તી વધે છે. કપાસની દર છ હાર પછી એક હાર કાસિન્દ્રા (કેસીયા ઓકસીડેન્ટાલીસ)ની ઉગાડતા આવા કાસિન્દ્રાના પાન કેટોપ્સીલા જાતિના સફેદ પાંખવાળા પતંગિયાને ઇંડાં મૂકવા માટે આકર્ષે છે. ઇંડામાં ટ્રાયકોગ્રામા ભમરી દ્વારા પરજીવીકરણ થતાં તેની સંખ્યામાં વધારો થાય છે. ખેતરમાં ટ્રાયકોગ્રામા ભમરીઓ છોડયા બાદ શકય હોય ત્યાં ઝેરી જંતુનાશક દવાઓનો છંટકાવ નિવારવો. જરૂર જણાય તો વનસ્પતિજન્ય દવાઓનો ઉપયોગ કરવો. આ ઉપરાંત એપીરીકેનીયા નામનું પરજીવી કે જે શેરડીની પાયરીલા પર પરજીવીકરણ કરે છે. ટેકનીડ માખી કે જે ઘરમાખી જેવું જ અગત્યનું પરજીવી છે જે ફૂદાં અને પતંગિયાની ઇયળો, રાઈની માખી અને ઢાલિયાં પ્રકારની જીવાતોની ઇયળ અવસ્થાનો નાશ કરે છે. ખાસ કરીને નાળિયેરીની કાળા માથાવાળી ઇયળ, જુવારના પાકમાં લશ્કરી ઇયળ, લીલી ઇયળ, શેરડીના વેધકો તેમજ ગાભમારાની ઇયળનું નિયંત્રણ કરે છે. એપેન્ટેલીસ નામની પરજીવી ભમરી લશ્કરી ઇયળ, કોબીજના પાન કાપી ખાનાર ઇયળ, કપાસની ગુલાબી ઇયળ, ડાંગરનો દરજી, કોબીજના હીરા ફૂદાંની ઇયળ વગેરે જીવાતોની નાની ઇયળોના શરીરમાં પોતાના ઇંડા મૂકી પરજીવીકરણ કરી તેનો નાશ કરે છે. એન્કારસીયા જાતિની પરજીવી ભમરી શેરડીની સફેદ માખી પર પરજીવીકરણ કરી તેનું નિયંત્રણ કરે છે.