આવરણ
કોઈ પણ નિર્જીવ પદાર્થો જેવા કે ભૂસું (સ્ટ્રો), પાકના અવશેષો, પાંદડાઓ, પોચી માટી (Loose Soil) કે પ્લાસ્ટિક ફિલ્મ ખુલી જમીન પર ભેજનું બાષ્પીભવન ઘટાડવા, જમીનનું ધોવાણ અટકાવવા કે પાકના મૂળને ખુબ જ નીચા અથવા ઊંચા તાપમાનથી બચાવવા માટે પાથરવામાં આવે તેને આવરણ કહે છે.
આવરણના પ્રકારો
૧. સેન્દ્રીય આવરણઃ આ પ્રકારના આવરણથી જમીનનું ધોવાણ અને બાષ્પીભવનમાં ઘટાડો થાય છે. દા.ત. બાજરીના ઢૂંસા, મગફળીના ફોતરા, ઘઉંનું કુવળ, ડાંગરનું પરાળ, નકામું ઘાસ, એરંડાના છાલિયા, રાઈનું ભૂસું, જુવાર-બાજરીની કરબ, શેરડીની પાતરી, લાકડાનો વહેર, છાણીયું ખાતર વગેરે.
૨. કૃત્રિમ આવરણઃ આ માટે પ્લાસ્ટિક કે પોલી વિનાયલ ક્લોરાઈડનો ઉપયોગ થાય છે. કુદરતી મલ્ચ મટીરિયલ સરળતાથી મળે નહી ત્યારે, આ પ્રકારનું પ્લાસ્ટિક મલ્ચ જુદા-જુદા કલરમાં, જુદી-જુદી જાડાઈનું, જરૂરી જથ્થામાં ખૂબ જ સરળતાથી મળી રહે છે.
પ્લાસ્ટિક મલ્ચના પ્રકાર
(૧) કાળું પ્લાસ્ટિક મલ્ચ (૨) પારદર્શક પ્લાસ્ટિક મલ્ચ (૩) બે બાજુ કલરવાળું પ્લાસ્ટિક મલ્ચ (ક)
પીળું/કાળું (ખ) સફેદ/કાળું (ગ) સિલ્વર/કાળું (ઘ) લાલ/કાળું (૪) નાશ પામે તેવું પ્લાસ્ટિક મલ્ચ (ક) ફોટો ડીગ્રેડેબલ (ખ) બાયો ડીગ્રેડેબલ જમીનના વાતાવરણને ચોકસાઈપૂર્વક જાળવી રાખવા જરૂરિયાત મુજબ પ્લાસ્ટિક મલ્ચની પસંદગી તેના કલર અને જાડાઇને અનુરૂપ કરવી ખુબજ અગત્યની બની રહે છે.
જમીનના પડનું આવરણ
જમીનની છીછરી ખેડ કરીને જમીનનું છીછરું આછું આવરણ કરવામાં આવે તેને જમીનના પડનું આવરણ કહે છે.
મલ્ચીંગના ફાયદાઓ
• જમીનનો ભેજ જાળવી રાખે છે.
• જમીનને ઢાંકી તેનું તાપમાન જાળવી રાખે છે.
• નિંદામણ થતું અટકાવે છે.
• મશીનરી તથા લોકોથી જમીનને દબડાતી અટકાવે છે.
• વરસાદ તથા પવનથી જમીનનું ધોવાણ અટકાવે છે.
• પાકને રોગ/કિટકોથી બચાવે છે.
• ખાતરનું ધોવાણ થતું અટકાવે છે.
• જમીન જન્ય જીવાણુંઓથી થતા રોગને તે અટકાવે છે.
• મલ્ચીંગ હેઠળ સુક્ષ્મ જીવોની સક્રિયતાને કારણે તે છોડને સુક્ષ્મ વાતાવરણ પૂરૂ પાડે છે.
• મલ્ચીંગ કરવાથી ફળોની ગુણવત્તા સારી રહે છે કારણ કે તે છોડના ફળને જમીન સાથે અડકવા દેતું નથી.
• શિયાળામાં જમીનનું તાપમાન જળવાઇ રહેતું હોવાથી છોડને ઠંડીથી રક્ષણ આપે છે.
• પાકની કાપણી વહેલી શક્ય બને છે.
• જમીનમાં જરૂરી તાપમાન જળવાઇ રહેતું હોવાથી દાણાની ઉગવાની ક્ષમતા વધી જાય છે.
• પાકની ઉત્પાદકતા વધારે છે.
મગફળીઃ
મોડા લાગતા પાનનાં ટપકાઃ મગફળીમાં આ ટપકાઓથી વધારે નુકસાન થાય છે. આ ટપકા પાકના ૪૦ દિવસ પછીની અવસ્થાએ જાવા મળે છે. આવા ટપકાઓ નિયમિત ગોળ વર્તુળાકારે તેમજ પાનની નીચેની સપાટીએ ધેરા કથ્થાઈ કાળા રંગના હોય છે, જે શરૂઆતમાં ૧.૦ મિ.મી. વ્યાસથી વધીને પ.૦ મિ.મી. ના બને છે. ટપકાની નીચેની સપાટીએ રોગકારકના બીજાણુઓ જાવા મળે છે. આવા ટપકા ફેઈઓઈસેરીઓપસીસ પરસોનાટા નામની ફુગથી થાય છે. રોગ ઉગ્ર સ્વરૂપમાં આવે ત્યારે બંને પ્રકારના ટપકાથી થતા ચાઠા પર્ણ, ઉપપર્ણ, પ્રકાંડ અને સૂયા પર પણ લાગે છે. ટપકાઓના રોગથી પાન સુકાવા લાગે છે અને ખરી પડે છે. રોગ પાન ઉપર લાગતા હોવાથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ખલેલ
પહોચાડે છે અને તેથી સીંગના ઉત્પાદનમાં ઘટાડો થાય છે.
• તેના નિયંત્રણ માટે રોગ ઓછો લાગે તે માટે ખેતરમાંથી આગલા વરસે મગફળી ઉપાડી લીધા પછી રોગિષ્ઠ છોડના અવશેષો વીણી, બાળીને નાશ કરવો.
• બાજરો કે જુવાર જેવા પાકો આંતર પાક તરીકે લેવા.
• મગફળીનો પાક ૩૦ થી ૩પ દિવસનો થાય ત્યારે કાર્બેન્ડીઝમ, ૦.૦રપ ટકા (૧૦ લિટર પાણીમાં પ ગ્રામ) અથવા ૦.ર ટકા મેન્કોઝેબ અથવા કલોરોથેલોનીલ (૧૦ લિટર પાણીમાં રપ ગ્રામ) અથવા ૦.૦૦પ ટકા હેકઝાકોનાઝોલ અથવા ટેબ્યુકોનાઝોલ ૦.૦૩પ ટકા (૧૦ લિટર પાણીમાં ૧૦ મિ.લિ.) ના ર થી ૩ છંટકાવ ૧ર થી ૧પ દિવસના અંતરે કરવા.
• મોલો અને તડતડીયાના ઉપદ્રવ વખતે શોષક પ્રકારની કીટનાશક દવાઓ.
(ડાયમીથોએટ/મિથાઇલ-ઓ-ડીમેટોન/ફોસ્ફામિડોન/ઇમિડાક્લોપ્રીડ/થાયામેથોક્ષામ) નો છંટકાવ કરવો.
કપાસ: મોલોમશી, થ્રીપ્સ, સફેદમાખી-તડતડીયા ઃ
• લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ % અર્ક) અથવા બીવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફુગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• સલ્ફર (ગંધક) ઉણપના કારણે.
ડાંગરઃ ડાંગરના પાકમાં ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે ફેરરોપણી પછી ૩૦-૩૫ દિવસે અથવા કાર્બોફ્યુરાન ૩ જી (૮ થી ૧૦ કિ.ગ્રા.) અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૦.૪ જી ૫ કિ.ગ્રા બે વખત આપવાથી ઉપદ્રવ કાબુમાં રહે છે. અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૨.૫-૩.૦૦ મિ.લિ. અથવા લેમડા સાયહેલોથ્રીન ૫ ઇસી ૫ મિ.લિ. પૈકી ગમે તે એક કિટનાશક ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
બાજરીઃ બાજરીમાં ડુંડા અવસ્થાએ ફુલ બેસવાના સમયે થાયરમ ૨૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
જુવારઃ કાલવ્રણ / પાનના ટપકા માટે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા. મોલોમશીનો ઉપદ્રવ જણાય તો લીમડાની લીબોળીની મીંજ ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા વર્ટીસિલિયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી સાંજના છંટકાવ કરવો.
શેરડીઃ રાતડોઃ ટ્રાયકોર્ડમાં વિરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી સમયે ૮ ટન પ્રતિ હેકટરે ચાસમાં આપવું. વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહિ.
મગ અને ચોળાઃ મગમાં પીળો પંચરંગીયો ના નિયંત્રણ માટે રોગ ફેલાવનાર મોલોમસીના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવા છાંટવી. કાલવર્ણ રોગ અડદ અને મગમાં જાવા મળે છે. તેના નિયંત્રણ માટે શરૂઆતમાં કાર્બેન્ડીઝમ ૧૦ મિ.લિ. હેક્ઝાકોનાઝોલ ૧૦ મિ.લિ., મેન્કોઝેબ ૨૫ મિ.લિ. માંથી કોઈ એક દવા્નો છંટકાવ પછી બીજા ૧૫ દિવસે કરવો. ઈમિડાકલોપ્રીડ ૪ મિ ડાયમીથોએટ ૧૦ મિ લિટર પાણીમાં છંટકાવ કરવો. પાન કથીરી માટે શોષક પ્રકારની દવાઓ અથવા કથીરીનાશક દવા જેવી કે ફેનાઝાકિવન પ્રોપરગાઈટ ઉમેરી છંટકાવ કરવો. વેલાવાળા શાકભાજી: લાલ અને કાળા મરીયા, ફળમાખી
લાલ અને કાળા મરીયા: એમામેકિટન બેન્ઝોએટ ૫ એસજી ૨ ગ્રામ અથવા કિવનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. અથવા ફેનવાલેરેટ ૨૦ ઈસી ૫ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી ફળની વીણી કર્યા બાદ છંટકાવ કરવો.
રીંગણઃ ડુંખ અને ફળ કોરી ખાનારી ઈયળ માટે કલોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા એમાંમેક્ટીન બેન્ઝોએટ ૫ વેપા ૫ ગ્રામ અથવા થાયોડીકાર્બ ૫૦ વેપા ૧૦ ગ્રામ અથવા કલોરાનટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિ.લિ. અથવા સાયપરમેથ્રીન ૧૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા ડેલ્ટામેંથ્રીન ૨.૮ ઈસી ૧૦ મિ.લિ. અથવા લેમડાસાયહેલોથ્રીન ૫ ઈસી ૧૦ મિ.લિ. અથવા ડેલ્ટામેંથ્રીન ૧% ટ્રાયઝોફોસ ૩૫% ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
નાળીયેરીઃ નાના ફળ ખરી પડવાના કારણોમાં ઝાડને સારૂ પોષણ મહત્વની બાબત હોવાથી ભલામણ પ્રમાણે ઝાડદીઠ ૧ કિલો એમોનિયમ સલ્ફેટ, ૧ કિલો સુપર ફોસ્ફેટ તથા ૧.રપ૦ કિલો મ્યુરેટ ઓફ પોટાશ જૂન-જુલાઈમાં અને તેટલો જ બીજા હપ્તો સપ્ટેમ્બર-ઓકટોબરમાં આપવો.
પશુપાલનઃ
ઉપાયઃ ગાંઠીયો તાવ (બી.ક્યુ.)નું વેકસીનેશન ચોમાસા પહેલાં ભૂતકાળમાં જ્યાં રોગચાળો જાવા મળ્યો હોય તેવા રોગની શક્યતાવાળા વિસ્તારમાં કરવું જાઈએ.
આઉં સોજા માટે આ રોગનું નિદાન મુખ્યત્વે રોગના ચિહ્નો, દૂધની ચકાસણી કે બાવલાની તપાસ દ્વારા થતું હોય છે. દૂધની ચકાસણી મસ્ટાઈટીસ ડીટેકશન સ્ટ્રીપકેલિફોર્નિયા મસ્ટાઈટીસ ડીટેકશન કિટ તથા ક્લોરાઈડ ટેસ્ટ, કેટાલેઝ ટેસ્ટ દ્વારા પણ થઇ શકે છે. આઉં અને આંચળને દૂધ દોહન પહેલા ટીટ ડીપ દ્રાવણથી સાફ કરવું. દૂધ દોહન બાદ પશુ ૧૫-૨૦ મિનિટ સુધી નીચે બેસતું અટકાવવું. પશુના રહેઠાણમાં સિમેન્ટ કોંક્રીટના પાકા ભોયતળીયા ન બનાવવા.