આવરણ (મલ્ચીંગ)ક્યારે અને કેવી રીતે પાથરવું?

• ઉભા પાકમાં સેન્દ્રીય આવરણ પાથરવા માટે ૧૫ સે.મી. ના ટુકડા કરવા અને છોડની ફરતે તેમજ પાટલામાં સારી રીતે દબાવીને પાથરવું. શિયાળુ ઋતુમાં બીનછીદ્રાળું જ્યારે ચોમાસું ઋતુમાં છીદ્રાળું પ્લાસ્તીકનો મલ્ચ તરીકે ઉપયોગ કરવો.
• ચોમાસામાં પાક નીંદણ, પારવણી તથા શક્ય હોય તો પૂર્તિ ખાતર આપીને કરબડી કાઢ્યા બાદ ૨૫-૩૦ દિવસનો થાય ત્યારે સારી રીતે સેન્દ્રીય આવરણ પાથરી દેવું.
• ધરુવાડીયામાં જમીનના સૌરકરણ માટે પિયત આપ્યા પછી વરાપ થયે પારદર્શક પ્લાÂસ્ટકનો ઉપયોગ કરવો.
• હારમાં પાથરેલ પ્લાસ્ટિક ઢીલું રાખવું તેમજ બંને પટાને માટીથી દબાવી દેવા જેથી પવનથી છેડા ઉડી ન જાય તેમજ ભેજ સારી રીતે જળવાઈ રહે તે ઘણું જ અગત્યનું છે.
મગફળીમાં અફલારૂટ
• ખેતરમાં ડોડવા પાકવાની અવસ્થામાં હોય ત્યારે તેમજ બીજ ભેજવાળા હોય તો સંગ્રહ દરમ્યાન એસ્પરજીલસ ફલેવસ ફુગ બીજમાં દાખલ થઈ જાય છે અને આ બીજ વાવતા અફલારૂટ પેદા કરે છે.
• આ રોગમાં રોગિષ્ટ છોડ ઠીંગણો રહી જાય છે. પાન લાંબા અણીવાળા બની જાય છે અને આવો છોડ બે મહિના સુધી જીવંત રહી અને છેલ્લે સુકાઈ જતો હોય છે. આ ફુગને કારણે ધણીવાર દાણામાં અફલાટોકસીન નામનું ઝેર પેદા થાય છે.
• તેના નિયંત્રણ માટે આંતરખેડ અને નીંદામણ કરતી વખતે તેમજ મગફળી ઉપાડતી વખતે ડોડવાને ઈજા ન થાય તેની સાવચેતી રાખવી.
મગફળીના ડોડવા અને દાણામાં ૮ ટકાથી ઓછો ભેજ રહે તે મુજબ સુકવીને ભેજ મુકત જગ્યાએ સંગ્રહ કરવો. ડોલોમાઈટ પાઉડર આધારિત ૦.૬૨૫ કિ.ગ્રા. ટ્રાયકોડર્માં હારજીયાનમ, સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ એરંડીના ખોળમાં ભેળવી વાવેતર સમયે ચાસમાં અને તેનો તેટલો જ જથ્થો વાવેતરના એક મહિના પછી જમીનમાં આપવો.
તલનાં પાનનો સુકારો (ફાઈટોપ્થોરા બ્લાઈટ)
રોગના લક્ષાણો:
• આ રોગ ફાઈટોપ્થોરા સીસેમી ફુગથી આવે છે. છોડના અવશેષને અને જમીનમાં આ રોગના જીવાણુઓ હોવાથી વધુ ભેજવાળા અને વધુ વરસાદ વાળા વિસ્તારમાં વિશેષ જાવા મળે છે. આ રોગને ઉષ્ણતામાન રપ થી ર૮ સેન્ટીગ્રેડ વધારે અનુકૂળ આવે છે.
• આ ફુગની શરૂઆત નાનો છોડ હોય ત્યારથી પાન ઉપર આછા ભુખરા પાણી પોચા ચાંઠાઓથી થાય છે અને આ ચાંઠાઓ વધે છે. આ રોગ દાંડી અને ફુલના ભાગો પર જાવા મળે છે, આ રોગની વધુ તીવ્રતાથી તલની શીંગો ચિમળાઈ જાય છે અને દાણા બેસતા નથી.
નિયંત્રણ:- કોપર ઓકઝીકલોરાઈડ (તાંબાયુકત ફુગનાશક દવા ૦.ર ટકા) ૪૦ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ પ્રથમ રોગ દેખાય ત્યારે કરવો અને બીજા છંટકાવ ઝાઈનેબ અથવા
મેન્કોઝેબ ર૬ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઓગાળીને ૧પ દિવસના અંતરે કરવો.

ડાંગર:
ડાંગરનાં દાહ/ કરમોડી રોગનું જૈવિક નિયંત્રણ માટે સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ અથવા આઈસોલેટ (૬ મિ.લિ. પ્રતિ ૧ લિટર)ના બે છંટકાવ કરવા. ડાંગરમાં ફુટ અને જીવ પડવાની અવ્સ્થાએ ૧.૫% પોટેશીયમ સિલિકેટ છાંટવાથી ઢળવાનું પ્રમાણ ઘટે છે.
ચીકુ: ૩૦ વર્ષથી વધુ ઉમરનાં ચીકુ કાલીપત્તીની જાત માટે ઝાડના ટોચના ૧ મીટર ભાગને એક વખત ડિસેમ્બર મહિના દરમ્યાન ડાળીને દુર કરવા જાઈએ.
ટમેટા: જી.ટી.૭ આ જાતના ફળ ખાનારી ઈયળ, સફેદ માખી તેમજ લીફમાઈનોરનું નુકસાન બીજી જાતોની સરખામણીએ ઓછું થાય છે. લીલી ઈયળ માટે ફેરરોપણીનાં ત્રીજાથી અઢારમાં અઠવાડિયા સુધી લીલી ઈયળના ઉપદ્રવની મોજણી કરતા રહેવું.
રીંગણીઃ લાલ કથીરીના નિયંત્રણ માટે સ્પાયરોમેસિફોનના ફળ બેસવાની અવસ્થાએ ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.
કપાસઃ ટપક પદ્ધતિ દ્વારા કપાસમાં નાઈટ્રોજન યુક્ત ખાતરો આપવાથી ખાતરનો વ્યય ઘટે છે અને નિંદામણ ઓછું થાય છે. તેમજ ખાતરનું પ્રમાણ પણ ઘટે છે.
આંબોઃ ૩૫ વર્ષથી વધુ ઉમરના હાફુસના ઝાડની આંબાવાડી ખેડૂતોએ હાફુસના ઝાડને ઓગષ્ટ મહિનામાં પહેલો બ્યુટ્રાઝોલ ૫ ગ્રામ સક્રિય તત્વ જમીનમાં આપવું તેમજ ઓકટોબર –નવેમ્બર માસમાં પોટેશીયમ નાઈટ્રેટ ૨ % ના બે છંટકાવ કરવાથી ઉત્પાદન સારું આવે છે.
કેળઃ રોપણી પછી ત્રીજા, ચોથા અને પાંચમાં મહિને ફર્ટીગેશન દ્વારા નાઈટ્રોજન અને પોટાશ ખાતરના ત્રણ સરખા ભાગમાં આપવું અને ફોસ્ફરસ ખાતર રોપણીના ૧ મહિના પછી જમીનમાં આપવું. લૂમ પર ૨% સલ્ફેટ ઓફ પોટાશના બે છંટકાવ પ્રથમ છંટકાવ ફુલોના ક્ષેત્રે ૧૨ ફુલ તોડયા બાદ અને બીજા છંટકાવ પ્રથમ છંટકાવના ૩૦ દિવસ પછી કરવો. ૨ % બનાનાશકિત સુક્ષ્મ પોષક તત્વોના રોપણી પછી ૩, ૪ અને ૫ મહિને પાન પર છંટકાવ કરવો.
નાળિયેરીઃ નાળિયેરી ડી ટટી જાત ૭.૫ મીટર ટ૭.૫ મીટરના અંતરે વાવવી તેમાં કેળ, સુરણ, તાનીયા અને હળદર પાકોનું આંતર પાક તરીકે વાવેતર કરી શકાય.

તલ: પર્ણગુચ્છ / ફાયલોડી
• આ રોગ લીલા તડતડીયાથી ફેલાતો હોઈ તેના નિયંત્રણ માટે ઓકઝીડીમેટોન મીથાઈલ ૧૫ મિ.લિ. અથવા ડાયમીથોએટ ૩૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા ફોસ્ફામીડોન ૪૦ એસએલ ૧૦ મિ.લિ. ૧૦ લિટરમાં ભેળવી ૧૦ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.
મકાઈ: ટપકાવાળી લશ્કરી ઈયળ
• પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને આકર્ષી નાશ કરવો.
• આ જીવાતના નર ફુદાને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫૦ પ્રતિ હેક્ટર પ્રમાણે ગોઠવવા.
• ઈંડાના સમૂહ શરૂઆતની અવસ્થાની ઈયળોને જુદા જુદા તબક્કાની ઈયળોનો હાથથી વીણી એકત્ર કરીને નાશ કરવો.
• ઉપદ્રવની શરૂઆતમાં બેસીલસ થુરીન્ઝીન્સીસ નામના જીવાણુંનો પાઉડર ૨૦ ગ્રામ અથવા બ્યુવેરીયા બેસીયાના ૧૦ લિટર પાણીમાં ભેળવી છોડ બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો.
• લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫ ટકા અર્ક) અથવા લીમડાનું તેલ ૩૦ મિ.લિ. પાણીમાં ભેળવવા ૧૦ ગ્રામ કપડા ધોવાનો પાઉડર ઉમેરવો અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ. (૧ ટકા ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) ૧૦ લિટર પાણીમાં ઉમેરી છોડની ભૂંગળી બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો.
• મકાઈની ભૂંગળીમાં એક ચપટી (૫ ગ્રામ / છોડ) જેટલી માટી કે રેતી નાખવાથી પણ આ જીવાતના ઉપદ્રવમાં ઘટાડો થાય છે.

ઈસબગુલના ઉત્પાદન અને ગુણવત્તા ઉપર વિવિધ સેન્દ્રિય ખાતરો અને બાયો એનપીકે કોન્સોર્ટિયમની અસર
ઈસબગુલની ખેતી કરતા ખેડૂતોને વધુ ઉત્પાદન અને વળતર મેળવવા વાવણી પહેલાં ૪ ટન છાણિયુ ખાતર / હેક્ટર આપવાની સાથે બાયો એનપીકે પ્રવાહી જૈવિક ખાતરની ૫ મિલિલિટર/ કિલોગ્રામ બિયારણ પ્રમાણે બીજ માવજત અથવા બાયો એનપીકે પ્રવાહી જૈવિક ખાતરને જમીનમાં ૧ લિટર/હેક્ટર ૫૦ કિલોગ્રામ છાણિયા ખાતરમાં ભેળવી આપવાની ભલામણ કરવામાં આવે છે.

જીવામૃત છંટકાવની પધ્ધતિ
બીજ કે છોડ જમીનમાં વાવ્યાના ૧ મહિના પછી ૧ એકરે ૨૦૦ લિ. પાણી ૫ લિ. જીવામૃત ૨૧ દિવસ પછી ૧ એકરે બીજા છંટકાવ: ૨૦૦ લિ. પાણી ૧૦ લિટર જીવામૃત ફરી ૨૧ દિવસ પછી ૧ એકરે ત્રીજા છંટકાવ: ૨૦૦ લિ. પાણી ૨૦ લિટર જીવામૃત તેના પછી દરેક મહિને આ પ્રમાણે છંટકાવ કરતા રહો.
બીજા વર્ષે: ૨૦૦ લિટર પાણી ૨૦ લિટર જીવામૃત ૨ મહિનામાં એકવાર છંટકાવ કરવાનો છે.
ત્રીજા વર્ષેઃ ૨૦૦ લિટર પાણી ૨૦ લિટર જીવામૃત ૩ મહિનામાં એકવાર છંટકાવ કરવાનો છે. ફળ લાગ્યા પછી બાળ-અવસ્થામાં હોય ત્યારે પહેલો છંટકાવ ૧ એકરે ૨૦૦ લિટર પાણી ૫ લિટર ખાટી છાશ અથવા સર્પ્ધાન્ય અર્ક ૧ મહિના પછી બીજા છંટકાવ:૨૦૦ લિટર પાણી ૨૦ લિટર જીવામૃત ફળને પાકવાના સમયે છંટકાવ કરવાનો છે. વૈજ્ઞાનિક દ્વારા સંશોધિત ઝેર છાંટવાથી જમીન અરબો જીવસૃષ્ટિ, સુક્ષ્મજીવો બેક્ટેરિયા, અળસિયાનો સંહાર થાય છે. તે ઝેરથી રક્ષા માત્ર ગૌમાતા જ કરી શકે એમ છે. ગૌમાતાનું છાણ, ગૌમૂત્ર, જીવામૃત, નીમાસ્ત્રા , બ્રહ્માસ્ત્રા અને અગ્નીયાસ્ત્રા બનાવી જમીન અને પાક પર છંટકાવ કરવાથી ઝેરનો નાશ થાય છે. જેથી જળ, જમીન અને વાયુ ત્રણેય વિષમુક્ત બનશે.