બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાથેના સંબંધોને યાદ કર્યા અને એક મોટો ખુલાસો પણ કર્યો. નીતિશ કુમારે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અટલજીએ દાયકાઓ પહેલા તેમને બિહારના મુખ્યમંત્રી બનાવ્યા હતા. બિહારના અરાહમાં એક રેલીને સંબોધતા નીતિશે કહ્યું, “હું સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની સરકારમાં મંત્રી હતો.” તે મને ખૂબ પસંદ કરતા હતાં તેમણે જ મને બિહારનો મુખ્યપ્રધાન બનાવ્યો હતો. મેં કેટલીક ભૂલો કરી હતી પરંતુ હવે અમે સાથે મળીને કામ કરીશું.
નીતિશે કહ્યું, “અમે જાયું કે કોઈ કામ થઈ રહ્યું નથી. આરજેડી સરકાર દરમિયાન, ડરના કારણે સાંજ પછી કોઈ ઘરની બહાર નીકળી શકતું ન હતુંપ તેમના કારણે અથડામણ થતી હતી. તેઓ માત્ર મુસ્લીમ મતો ઇચ્છતા હતાપ પરંતુ હિન્દુ-મુસ્લીમ સંઘર્ષો વધી રહ્યા હતાપ શું આપણે સત્તામાં આવ્યા પછી કોઈ અથડામણ થઈ છે? નીતીશ કુમારે આડકતરી રીતે રાષ્ટ્રીય જનતા દળ પર નિશાન સાધ્યું હતું.
તેમની સરકારની સિદ્ધિઓને બિરદાવતા નીતિશે કહ્યું, “અમે હિન્દુઓ, મુસ્લીમો, ઉચ્ચ જાતિઓ, પછાત, અત્યંત પછાત, દલિતો અને મહાદલિતો માટે કામ કર્યું છે… અમે મુસ્લીમ સમુદાય માટે પણ ઘણું કામ કર્યું છે. મદરેસાઓને સરકારી માન્યતા આપવામાં આવી અને શિક્ષકોને પણ સરકારી શાળાના શિક્ષકો સમાન વેતન આપવામાં આવ્યું. તેઓ (વિપક્ષ) વોટ લેતા રહ્યા અને ક્યારેય કંઈ કર્યું નથી.
તમને જણાવી દઈએ કે ૧૨ લોકસભા સાંસદો સાથે નીતીશ કુમારની આગેવાની હેઠળની જનતા દળ (યુનાઈટેડ) એનડીએ સરકારમાં ભાજપનો મુખ્ય સહયોગી છે. તેમણે ભાજપની આગેવાની હેઠળનું ગઠબંધન છોડીને લાલુ પ્રસાદની આરજેડી સાથે હાથ મિલાવ્યા. ત્યારબાદ તેઓ આરજેડી છોડીને એનડીએમાં જાડાયા હતા.