‘ડર’ ફિલ્મના રાહુલની જેમ એક રાહુલ હતો. નકામો છોકરો. તેને એક છોકરી મનોમન ગમી ગઈ. તેણે તેના મિત્રોને પણ કહ્યું, ‘જો આ તારી ભાભી, હોં. કોઈએ તેની સામું જોવાનું પણ નહીં.’ મિત્રો રાહુલની હામાં હા ને નામાં ના કરતા, કારણકે પાન-બીડી-સિગરેટના પૈસા તેમને રાહુલ આપતો.
રાહુલ છોકરીને રોજ કાલેજ જતાં જુએ. તેને કહેવાનું સાહસ તો હતું નહીં, પરંતુ તેની સામે હસે. તેનું હસવાનું એ રીતનું કે જાકર જેવું લાગે. એટલે પેલી છોકરીથી હસી પડાતું. એ હસવું સ્મિત નહોતું. એ મજાકમાં હસી પડાય તેવું હાસ્ય હતું. પરંતુ આપણા ‘રાહુલ’ ભાઈને તો લાગ્યું કે ‘લડકી હંસી તો લડકી ફંસી’.
આ ક્રમ પ્રતિદિનનો બની ગયો. રાહુલ છોકરીને જુએ, હસે ને છોકરી પણ ખડખડાટ હસે. ને આ બધું વર્ણવી મિત્રો આગળ રાહુલ ફાંકા મારે. પણ મિત્રોએ રાહુલનું ‘હવાલા’થી ‘હલાલા’વાળું નમક ખાધેલું એટલે કહ્યું, “પણ છોકરીની હા ક્યાં છે?” એક વાર રાહુલ છોકરી આગળ પૂછવા સાહસ કરીને ગયો ત્યારે જોયું તો છોકરી બીજા કોઈ ‘કમલ’ નામના છોકરા સાથે આવી રહી હતી.
આ જોઈ રાહુલે કહ્યું, “આ તો છેતરપિંડી છે. કમલ મારી પ્રેમિકાને ઉપાડી ગયો છે.” મિત્રોએ પણ સૂર પુરાવ્યો કે “વાત તો સાચી છે. પ્રેમિકા તો રાહુલની જ હતી.” પરંતુ સાક્ષીઓએ કહ્યું, “છોકરીએ તને ક્યારેય હા પાડી હતી?” રાહુલ કહે, “એ મને જોઈને પ્રતિ દિન હસતી હતી.” સાક્ષી કહે, “એ તો તારા જાકર જેવા વેશને જોઈને હસતી હતી. ગાંડા, એના પરથી વહેમ ન બાંધી લેવાય કે તે તારા પર મોહી પડી હતી.”
રાહુલે તો સ્વીકારી લીધું પરંતુ તેના મિત્રોએ નહીં. તેમણે તો પ્રેમિકાને ખરાબ ચારિત્ર્યની ચિતરી નાખી. તેમણે કહ્યું કે આ છોકરીઓ હોય છે જ આવી. પ્રેમ કોઈની સાથે કરે ને પરણે કોઈની સાથે. તેણે અમારા રાહુલભાઈનો ઉપયોગ કર્યો છે. કમલની મોટી-મોટી વાતોમાં આવીને તેની સાથે ફેરા ફરી લીધા. કમલમાં એવું શું દાટ્યું છે?
સાક્ષીઓએ કહ્યું, “કમલ ડિસ્ટિક્શન માર્ક સાથે પાસ થયો છે. જ્યારે રાહુલ કેટલાંય વર્ષથી એફવાયમાં જ ભણે છે. કમલને સારું પ્લેસમેન્ટ મળી ગયું છે. શરૂઆતમાં જ સારો પગાર છે. તેની સાથે છોકરીનું ભવિષ્ય સુરક્ષિત છે. એટલે છોકરી કમલ સાથે પરણી ગઈ.”
‘શોલે’ના અમિતાભની જેમ મિત્રો કહે, “એ તો છોકરી અમારા રાહુલભાઈ સાથે પરણી હોત તો રાહુલભાઈ પણ સુધરી જાત. કમાવા લાગત.”
સાક્ષીઓને લાગ્યું કે આ લોકો સામે દલીલ કરવી એટલે પથ્થર પર પાણી રેડવું. તેઓ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા ગયા.
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો આવ્યાં પછી કેટલાક લોકોની સ્થિતિ રાહુલના મિત્રો જેવી છે. કદાચ, કાંગ્રેસ અને આપ પણ સ્વીકારી લેશે પરંતુ આ ‘કેટલાક’ લોકોને ગળે વાત ઉતરતી નથી કારણકે તેમણે તો કહેલું કેઃ
૧. મતદારો નિરુત્સાહ છે.
૨. મતદારોમાં આક્રોશ છે.
૩. ગરમી ચાલી રહી છે અને મતદાનના દિવસે ભારે ગરમી રહેવાની છે.
૪. લગ્નગાળો છે.
અને આ ચાર બાબતોના કારણે મતદાન ઓછું રહેશે ને ભાજપને બહુ મોટો ફટકો પડશે. પરંતુ પ્રેમિકા જેવા મતદારોએ તો ગયા વખત કરતાં વધુ મતદાન કર્યું. એ મતદાનના આંકડા આવે તે પહેલાં તો રાહુલના મિત્રો જેવા આ ‘કેટલાક’ લોકોએ હવા ફેલાવી દીધી કે ઓછું મતદાન એટલે ભાજપનો રકાસ. જો વધુ મતદાન થયું હોત તો એવી હવા ફેલાવત કે વધુ મતદાન થાય ત્યારે શાસન વિરોધી જુવાળ હોય છે. તેથી હવે ભાજપ નહીં આવે.
બીજી એક જાણીતી વાર્તા છે વૃક્ષ પર બેસીને નિરાંતે પુરી ખાતા કાગડા અને શિયાળની.
૧૯૯૫થી ભાજપની સરકાર આવી ત્યારથી જે-જે ચૂંટણી આવી ત્યારે-ત્યારે દર વખતે આ શિયાળોને કહે છે કે આ વખતે તો કાગડાના હાથમાંથી પુરી પડશે જ. દર વખતે તેમની પાસે અલગ કારણો હોય છે. પહેલી વખતે, રમખાણોનું અને નવા નિશાળિયા નરેન્દ્ર મોદીનું કારણ હતું. બીજી વખતે મજબૂત કાંગ્રેસ અને એન્કાઉન્ટરના કારણે કુખ્યાત થઈ ગયેલા મોદીનું કારણ હતું. તે વખતે ગોરધન ઝડફિયાએ મજપા નામે અલગ પક્ષ પણ રચ્યો હતો.
૧૯૯૫માં જે કેશુભાઈ પટેલનો વિરોધ કરેલો, તે કેશુભાઈ ૨૦૧૨માં વ્હાલા લાગવા લાગ્યા. કેશુભાઈને બિચારાને બહુ અન્યાય કર્યો. તેમને સાઇડલાઇન કરી દીધા. આવી વાતો ચલાવી. કેશુભાઈએ મોદીને ‘લપોડશંખ’ ને ‘ઢૂંઢિયા રાક્ષસ’ કહ્યા તે હેડલાઇન બની. પરંતુ ૨૦૧૨માં કાગડાના હાથમાંથી પુરી ન પડી. ૨૦૧૪માં મોદી વડા પ્રધાન બન્યા અને ૨૦૧૫માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ફટકો પડ્‌યો એટલે ૨૦૧૭માં તો ‘કાંગ્રેસ આવે જ છે’ તેવો સર્વે કરી નાખ્યો. પણ પરિણામમાં જનતાએ થોડી મર્યાદાવાળી ચાબુકથી ખેંચીને ભાજપને ૯૯ બેઠક સાથે વિજેતા કરી દીધો. એટલે ‘ભાજપની જીતમાં હાર અને કાંગ્રેસની હારમાં જીત’ એવી વાત ચલાવી.
૨૦૨૨માં તો આ આપ જ મેદાન મારી જશે (કારણકે
આભાર – નિહારીકા રવિયા સુરતમાં ૨૭ બેઠક પ્રાપ્ત કરી હતી) તેવી હવા બનાવી હતી. રાષ્ટ્રીય મીડિયાને પણ આ હવા લાગી ગઈ અને એમ લાગ્યું કે ૨૦૨૨માં તો ભાજપ ગયો જ. અને એટલે ૨૦૨૪માં કેન્દ્રમાંથી મોદી પણ ગયા. પરંતુ ૨૦૨૨માં તો ૧૫૬ બેઠકો સાથે ભાજપ વિક્રમજનક રીતે અને તેય માધવસિંહ સોલંકીનો વિક્રમ તોડીને સત્તામાં આવ્યો. ૨૦૨૪માં ભાજપને ૨૪૦ બેઠક જ મળી અને તેમાંય અયોધ્યા (અયોધ્યા વિધાનસભા નહીં, પરંતુ લોકસભા અને લોકસભામાં અયોધ્યા ઉપરાંત બીજાં અનેક વિસ્તારો આવે) બેઠક પર ભાજપ હાર્યો એટલે આપણા રાહુલભાઈ ગુજરાત આવ્યા ને લલકાર કરી ગયા કે હવે ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવો છે. લગ્નના ઘોડા અને રેસના ઘોડાને અલગ તારવવા છે. સંસદમાં પણ રાહુલભાઈ આવું જ બોલી ગયા.
ટ્રાયલ કાર્ટ દ્વારા નિર્દોષ છૂટેલા કેજરીવાલ પણ તાનમાં આવી ગયા. તેમણે પણ ગુજરાતના આંટાફેરા કરવા લાગ્યા. એમાં પાછું વર્ષોથી વિપક્ષની જ બેઠક રહેલી વિસાવદર પરથી ગોપાલ ઇટાલિયા જીત્યા તેમાં તો ‘કેટલાક’ લોકો તાનમાં આવી ગયા. દિવસ-રાત ગોપાલ-ગોપાલ ભજવા લાગ્યા. તેમાં કેટલાકનું સ્વમાન ઘવાયું. તેઓ કહે, ‘ના ગોપાલ, ગોપાલ ન ભજો. મેરે તો રાહુલ ભૈયા, દૂસરો ન કોઈ.’ કોઈને જિજ્ઞેશ મેવાણી ક્રાંતિ માર્ગે ચાલતા દેખાયા.
એકંદરે ૨૦૨૬ની ચૂંટણીમાં તો હવે ભાજપને મોટો ફટકો પડશે જ તેવો મત બંધાયો અને તેમાં ઉપર કહ્યા તે ચાર મુદ્દા પહેલેથી પોતે માની લીધા. પણ મતદારોએ તે ચારેચાર મુદ્દા ખોટા પાડી દીધા. વરરાજા-કન્યા લગ્નના ફેરા ફરતા પહેલાં મતદાન કરવા આવ્યા. અમદાવાદ જેવા ગરમ શહેરમાં સૌથી વધુ મતદાન ૧૧થી ૧ વચ્ચે ૧૨.૪૫ ટકા મતદાન થયું. મતદારો નિરુત્સાહ નહોતા, પરંતુ ઇન્ટરવ્યૂમાં મહિલા ઉમેદવારના પતિને સામાન્ય માણસ તરીકે રજૂ કરીને દેખાડ્‌યા હતા, તેથી મતદારો નિરુત્સાહ છે તેવો ‘હાઉ’ સર્જવા નિષ્ફળ પ્રયાસ હતો. મતદારોમાં આક્રોશ હતો. સાસાયટોમાં બેનરો પણ લાગ્યાં હતાં. કાર્પોરેટરોને મહિલાઓએ આકરા પ્રશ્નો પૂછેલા અને કેટલાક સ્થળેથી ભગાડેલ પણ ખરા, પરંતુ તે આક્રોશ મતપેટીમાં ન દેખાયો. આની પાછળ કોઈ રાકેટ સાયન્સ નથી. આની પાછળનાં કારણો સ્પષ્ટ છેઃ
૧. સંગઠનની રીતે ભાજપ મજબૂત હતો. ઉમેદવારોની પસંદગી બેઠક પ્રમાણે જીતની સંભાવના ધ્યાનમાં રાખી કરી હતી.
૨. ભાજપમાં અસંતોષ હોય છે, પરંતુ તે પછી બધા મેદાનમાં પક્ષને જીતાડવા ઉતરી પડતા હોય છે. જ્યાં નિષ્ક્રિય રહ્યા ત્યાં ખાડિયાની જેમ હાર પણ થઈ. જ્યાં મિતેષ પટેલે ધમકી આપેલી ત્યાં આંકલાવમાં હાર થઈ.
૩. એકંદરે ઘણો મોટો વિકાસ કર્યો. અમદાવાદમાં એસ. જી. હાઇવે પર બનેલા ફ્‌લાય આૅવર, આૅલમ્પિક માટે સજ્જતા, વીર સાવરકર સ્પાટ્‌ર્સ કામ્પ્લેક્સ, ગટર લાઇન, આઇકાનિક રસ્તા, આૅક્સિજન પાર્ક, આૅનલાઇન વહીવટ, મેટ્રો-બીઆરટીએસની સુવિધા, ભારત ટેક્સીની સુવિધા, રેલવેના ફાટકમુક્ત રસ્તા, આવી ઘણી વાતો કરીએ તો પક્ષનો પ્રચાર લાગે પરંતુ લોકોએ તો એ જોયું. બીજાં શહેરોમાં પણ રસ્તાથી માંડીને શહેરનું સૌંદર્યકરણ (બ્યુટિફિકેશન) થયું. ભાવનગરમાં વેસ્ટમાંથી બેસ્ટર પાર્ક બન્યો. નારી ચોકડી પાસે સિક્સ લૅન માર્ગ બન્યો. ધોલેરા ઍક્સ્પ્રેસ વે બન્યો. દર થોડા મહિને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પોતાના મત વિસ્તારમાં લોકાર્પણ કરવા આવતા, વડા પ્રધાન મોદી દાહોદ, અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર વગેરે શહેરોમાં લોકાર્પણ, ખાતમુહૂર્ત કરવા આવતા. આની નોંધ ભલે ‘કેટલાક’ લોકોએ ન લીધી હોય પણ લોકોએ તો લીધી જ. જામનગરમાં વગર માગ્યે વિશ્વ આરોગ્ય સંસ્થાનું ગ્લાબલ સેન્ટર ફાર ટ્રેડિશનલ મેડિસિન મળ્યું. સ્ટેચ્યૂ આૅફ યૂનિટી અને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમે જનરલ નાલેજનો પાઠ્‌યક્રમ બદલી નાખ્યો. કાલ્ડ પ્લે અને દિલજીત દોસાંજની ઇવેન્ટ લોકો માણતા.
પીજીમાં રહેતા છોકરા-છોકરીઓ નાઇટલાઇફ માણતા થયા. છોકરીઓ રાત્રે પણ એકલી બિન્દાસ્ત ફરી શકે.
આની સામે ઘણા પ્રશ્નો થયા પણ ખરા. હાટકેશ્વરનો સેતુ તૂટ્યો. ગંભીરા સેતુ દુર્ઘટના થઈ. રાજકોટના ટીઆરપી ગેમ ઝાન, સુરતના તક્ષશિલા અગ્નિકાંડ, વડોદરામાં હરણી નૌકા દુર્ઘટના, મોરબીમાં પૂલ તૂટી પડવો, અમદાવાદમાં શ્રેય હાસ્પિટલ આગ દુર્ઘટના, કોરોના કાળમાં અંધાધૂંધી, નકલી કચેરી સહિત અનેક નકલી પકડાવું વગેરે અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા. તોય કેમ જનતાએ ભાજપ પર વિશ્વાસ મૂક્યો?
કારણકે ‘કેટલાકે’ ભલે નીચેની બાબતો ન જોઈ પણ લોકોએ તો જોઈ.
૧. કાંગ્રેસમાં ટિકિટોના વિતરણમાં ભારે ગડબડો થઈ. અમદાવાદ શહેર પ્રમુખ સોનલબેન પટેલને રખિયાલ-સરસપુર કાંગ્રેસના પ્રમુખ ભાવના ગુપ્તએ લાફો મારી દીધો કારણકે તેમનું કહેવું હતું કે એક લાખ રૂપિયા ફંડ તરીકે પક્ષને આપવા છતાં ટિકિટ ન મળી. લઘુમતી વિભાગના ઉપ પ્રમુખ મોહમ્મદ નાસીર શૈખે રાજીનામું આપી દીધું. ભાજપ માટે કામ કરનારાને ટિકિટ આપી દેવાઈ. જિજ્ઞેશ મેવાણીના કહેવાથી કેટલાયને
આભાર – નિહારીકા રવિયા ટિકિટ આપી. જિજ્ઞેશ મેવાણીનો પક્ષમાં આંતરિક વિરોધ હતો. આપમાં અનેક અપરાધી ઇતિહાસવાળાને ટિકિટ અપાઈ.
૨. ભાજપના માની લેવાયેલા ગઢ જેવા અનેક વિસ્તારોમાં એક પણ વિપક્ષનો પ્રચાર નહીં, મતદાનના દિવસે ટેબલ નાખીને પણ કાર્યકર્તાઓ બેઠા નહીં.
૩. લોકો વરસાદ કે પૂરના કારણે મુશ્કેલીમાં ફસાયા હતા ત્યારે વિપક્ષોએ નિવેદનબાજી જ કરી, મદદ માટે આગળ આવ્યા નહીં.
૪. સૌથી વધુ તો મુસ્લિમોનું તુષ્ટિકરણ. ચૂંટણીમાં આઆપ નેતાઓએ કહ્યું કે અમે સત્તામાં આવીશું તો તમને રસ્તા પર નમાજ પઢવા દઈશું અને મસ્જિદ-મજાર-દરગાહ તૂટવા નહીં દઈએ. કાંગ્રેસ નેતા શૈલેષ પરમારે દાણીલીમડા વિસ્તારમાં મોહસીન બાવાની મઝાર પર દુઆ માગી. દાણીલીમડામાં કાંગ્રેસની પેનલ વિજેતા થઈ પરંતુ બાકી બધે ફટકો પડ્‌યો તેનું શું?
કાંગ્રેસના એક નેતાએ કહ્યું કે ‘જય શ્રી રામ અમારું સૂત્ર નથી, અમારુ સૂત્ર તો અલ્લાહ તેરો નામ, ઈશ્વર તેરો નામ છે.’
લવજિહાદના કિસ્સાઓ, ધંધૂકામાં નાની વાતમાં ધર્મેશ ગમારાની હત્યા મુસ્લિમ યુવકે કરી નાખી.ભરુચના આમોદમાં હિન્દુઓનું ઇસ્લામમાં મોટા પાયે પંથાતરણ, અમદાવાદની વંદેમાતરમ્‌ સોસાયટીમાં હનુમાન ચાલીસા સામે મુસ્લિમો દ્વારા વાંધો ઉઠાવવો.દહેગામના બહિયલ ગામમાં ચાલુ ગરબાએ મુસ્લિમો દ્વારા પથ્થરમારો, સુરતમાં મુસ્લિમ આધેડ યુવક દ્વારા પાટીદાર સગીરાની છેડતી (અને તેમાં કથિત રીતે આપ નેતા દ્વારા પાટીદારોને ઉશ્કેરવાની આૅડિયો ક્લિપ), અમદાવાદની મેટ્રાપાલિટન કાર્ટમાં રજિસ્ટ્રાર એમ. એમ. સૈયદની લવજિહાદને પ્રોત્સાહનના ષડયંત્રનો હિન્દુ સંગઠનો દ્વારા આક્ષેપ, પોરબંદરમાં મૌલવી દ્વારા રાષ્ટ્રગાન જન ગણ મન અને તિરંગાને વંદન સામે ફતવો, જેનો વિરોધ ત્રણ મુસ્લિમ યુવકોએ જ પોલીસ અને ગૃહ પ્રધાન હર્ષ સંઘવીને ઇ-મેઇલ કરેલો.આવી તો અનેકાનેક બાબતો છે. આ બધામાં ‘કેટલાક’એ તો મૌન રાખ્યું જ અને વિપક્ષોએ પણ મૌન રાખ્યું.
૫. સામા પક્ષે ભાજપે સોમનાથ, દ્વારકા, કચ્છ, અડાલજમાં નિડરપણે અવૈધ મઝારો-દરગાહો અને મસ્જિદો હટાવી, દબાણ મુક્ત કર્યાં. ચંડોળા તળાવને બાંગ્લાદેશીઓથી મુક્ત કર્યું. જૂનાગઢમાં દરગાહ તોડવા બાબતે પોલીસ પર પથ્થરમારો થયો. પોલીસે કાર્યવાહી કરી. કચ્છ, જામનગર સહિત અનેક સ્થળોએથી બાંગ્લાદેશીઓ પકડ્‌યા.
૬. ગ્રીષ્મા કેસમાં ત્વરિત ચુકાદો મળી જાય તે રીતની પોલીસ કાર્યવાહી કરી.
૭. આણંદના સાંસદ મિતેષ પટેલ અને વડોદરાના સાંસદ હેમાંગ જોષીએ પણ અધિકારીઓને ધમકી આપી તો સામા પક્ષે ચૈતર વસાવાની ઝઘડિયાની કંપનીના કેસમાં રાજન વસાવા સાથે દાદાગીરી પણ જોઈ. ગોપાલ ઇટાલિયા અને જિજ્ઞેશ મેવાણીએ પોલીસને પટ્ટા ઉતરાવી લેવા ધમકી આપી હતી. આ બધું પણ લોકોએ જોયું.
૮. સૌથી મહ¥વનું તો રાજકીય સમીકરણો છે. જેટલા વધુ વિપક્ષો, જેટલા વધુ અપક્ષ ઉમેદવારો, તેટલો ફાયદો સત્તા પક્ષને થાય. ૧૯૯૦ સુધી કાંગ્રેસ આમ જ ચૂંટાતી આવી. લોકોને પહેલાં નહેરુ, ઈન્દિરા, રાજીવ ગાંધીના હાથ મજબૂત કરવામાં રસ હતો, તેથી ટેન્કરરાજ, વીજળીના ધાંધિયા, ખરાબ રસ્તા, ભ્રષ્ટાચાર છતાં કાંગ્રેસને ચૂંટતા હતા. હવે લોકોને લાગે છે કે મોદીના હાથ મજબૂત રાખવાની આવશ્યકતા છે.
૯. સુરતમાં આઆપના ૨૭ કાર્પોરેટરે છેલ્લાં પાંચ વર્ષમાં નાટકબાજી સિવાય કંઈ ન કર્યું તે પણ લોકોએ જોયું. તેથી સુરતમાં આઆપનો સફાયો થઈ ગયો.
અને એટલે જ પંદરે પંદર મહાનગરપાલિકા, ૮૪માંથી ૭૮ નગરપાલિકા, ૩૪ માંથી ૩૩ જિલ્લા પંચાયત, ૨૬૦ માંથી ૨૫૩ તાલુકા પંચાયતમાં ભાજપનો મજબૂત વિજય થયો છે. પરંતુ ‘કેટલાક’ લોકોને હજુય નહીં જ સમજાય.
દ્ઘટ્ઠઅુટ્ઠહં.pટ્ઠહઙ્ઘઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
આભાર – નિહારીકા રવિયા