અજિત પવાર વિમાન દુર્ઘટનામાં મૃત્યુઃ મહારાષ્ટ્રના  નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ના વરિષ્ઠ નેતા અજિત પવારનું બુધવારે સવારે એક દુઃખદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું. પુણે જિલ્લાના બારામતીમાં એરપોર્ટ પર ઉતરાણ કરતી વખતે આ અકસ્માત થયો. વિમાનમાં સવાર તમામ પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જેમાં અજિત પવાર અને તેમના અંગત સુરક્ષા અધિકારી (પીએસઓ) વિદીપ જાધવનો સમાવેશ થાય છે.
અકસ્માત અંગેની પ્રાથમિક માહિતી મુજબ, મુંબઈથી બારામતી જતી લિયરજેટ ૪૫ (રજીસ્ટ્રેશન વીટી-એસએસકે) સવારે ૮ઃ૪૫ વાગ્યે ઉતરાણ કરવાનો પ્રયાસ કરતી વખતે રનવે પરથી લપસી ગઈ હતી. રનવે પરથી લપસી ગયા પછી, વિમાન એક ખડક સાથે અથડાયું, જેમાં વિસ્ફોટ થયો અને આગ લાગી. વિમાનના ત્રણ ટુકડા થઈ ગયા. ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું બકે વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું અને કાટમાળ દૂર દૂર સુબધી ફેલાયેલો હતો.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ પુષ્ટિ આપી છે કે અજિત પવાર, બે ક્રૂ સભ્યો, એક ફ્લાઇટ એટેન્ડન્ટ અને પીએસઓ વિદીપ જાધવ સાથે વિમાનમાં હતા. આ બધાનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. અજિત પવાર જિલ્લા પરિષદની ચૂંટણી સંબંધિત જાહેર કાર્યક્રમોમાં હાજરી આપવા માટે બારામતી જઈ રહ્યા હતા. અકસ્માત બાદ રાહત અને બચાવ કામગીરી ઝડપી હતી, પરંતુ કોઈ બચ્યું ન હતું.
અકસ્માત સ્થળે હાજર એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે વિમાન નીચે ઉતરી રહ્યું હતું ત્યારે એવું લાગતું હતું કે તે ક્રેશ થશે, અને તે થયું. ક્રેશ દરમિયાન એક જારદાર વિસ્ફોટ થયો. વિમાનમાં ચાર કે પાંચ વધુ વિસ્ફોટ થયા અને વિમાનમાં આગ લાગી ગઈ.