મધ્ય પૂર્વમાં તીવ્ર સંઘર્ષ વચ્ચે, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલે રવિવારે સાઉદી અરબના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી. મુલાકાત દરમિયાન, તેમણે ભારત અને સાઉદી અરબ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો. સાઉદી નેતાઓ સાથેની વાતચીત દરમિયાન,એનએસએ અજિત ડોવલે પશ્ચિમ એશિયાના સંઘર્ષ અને પ્રાદેશિક પરિશ્રીતિ તેમજ પરસ્પર હિતના અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી.
ડોવલે રિયાધ એરપોર્ટ પર પહોંચ્યા અને ભારતીય રાજદૂત સુહેલ ખાન અને સાઉદી અરેબિયાના રાજકીય બાબતોના નાયબ પ્રધાન સઉદ અલ-સતી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ ડોવલે સાઉદી વિદેશ પ્રધાન ફૈઝલ બિન ફરહાન, ઉર્જા પ્રધાન અબ્દુલ અઝીઝ બિન સલમાન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મુસૈદ અલ-ઐબાન સાથે મુલાકાત કરી. ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ બેઠકો દરમિયાન બંને પક્ષોએ દ્વિપક્ષીય સંબંધો, પ્રાદેશિક પરિશ્રીતિ અને પરસ્પર હિતના અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
પશ્ચિમ એશિયાઈ સંઘર્ષના ઉકેલ માટે આ અઠવાડિયે પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા રાઉન્ડની વાટાઘાટો યોજાશે તેવી અટકળો વચ્ચે ડોભાલની મુલાકાત આવી છે. જાકે, ૧૧ અને ૧૨ એપ્રિલના રોજ પાકિસ્તાનમાં યોજાયેલી અમેરિકા અને ઈરાન વચ્ચેની વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ કોઈ કરાર વિના સમાપ્ત થયો. આ પછી, ભારત તેના મધ્ય પૂર્વ સાથીઓ સાથે વ્યૂહાત્મક અને દ્વિપક્ષીય સંબંધોને ફરીથી વિકસિત કરી રહ્યું છે. ભારતની પ્રાથમિકતાઓ ગલ્ફ દેશોમાં રહેતા તેના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાથી લઈને દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા સુધીની છે.