બોલિવૂડ એક્ટર અજય દેવગન તેની મોસ્ટ અવેડેટ ફિલ્મ ‘સિંઘમ અગેન’ની રિલીઝ માટે તૈયાર છે. તે ફિલ્મની ટીમ સાથે તેના જારશોરથી પ્રમોશનમાં વ્યસ્ત છે. તે દરમિયાન, હવે અભિનેતાના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. ‘સિંઘમ અગેન’ની રિલીઝ પહેલા અજય દેવગનની વધુ એક નવી કરીને તેની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે. અજય દેવગન અને અનીસ બઝમીની મનોવૈજ્ઞાનિક થ્રીલર ફિલ્મ ‘નામ’ ૨૨ નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થવાની છે. અજય સાથે અનીસની આ ચોથી ફિલ્મ હશે. આ પહેલા તે ‘હલચલ’, ‘પ્યાર તો હોના હી થા’ અને ‘દીવાંગી’માં કામ કરી ચૂક્યો છે.આ ફિલ્મમાં શરૂઆતમાં પ્રિયંકા ચોપરા મુખ્ય ભૂમિકા ભજવવાની હતી, પરંતુ તેણે ના પાડી અને તેના સ્થાને સમીરા રેડ્ડીને લેવામાં આવી. ‘નામ’માં ભૂમિકા ચાવલા પણ છે. આગામી ફિલ્મ અનિલ રૂંગટા દ્વારા નિર્મિત છે. અભિનેતાની નવી ફિલ્મની જાહેરાત બાદ ચાહકો ખૂબ જ ખુશ છે. આ ફિલ્મમાં અજય દેવગન પણ એક્શન કરતો જાવા મળશે.