ગેરકાયદેસર અગ્નિશસ્ત્રોની લે-વેચ માટે એકત્ર થયેલ ચાર શખ્સોને અમરેલી પોલીસે પકડી પાડી તમામ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અમરેલીના હરેશભાઇ પંડ્યા, મનિષભાઇ પંડ્યા, પરપ્રાંતિય જયપાલસિંહ ચૌહાણ અને સુજાનસિંહ કુસવાહ પાસેથી પોલીસે વિદેશી બનાવટની રિવોલ્વર, દેશી હાથ બનાવટના હેમરવાળા તમંચા, નાના-મોટા જીવતા કાર્ટીસ સહિત મોબાઇલ અને કાર મળી કુલ રૂ. પ.૩૯ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ અમરેલી-બાબરા રોડ પર જસવંતગઢના પાટીયા પાસેની એક હોટલના ગ્રાઉન્ડમાં ભેગા થયા હતા, દરમિયાનમાં પોલીસે છાપો મારી અટકાયત કરી હતી.