(એ.આર.એલ),રાજકોટ,તા.૨૨
ટીઆરપી ગેમઝોન અÂગ્નકાંડ મામલે ટીપી વિભાગના ૨ અધિકારીઓના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યા છે,નકલી રજીસ્ટર બનાવવા મામલે ૫ દિવસના રિમાન્ડ ઉપર હતા ટીપી વિભાગના ૨ અધિકારીઓ જયદીપ ચૌધરી અને રાજેશ મકવાણા,આ બન્ને અધિકારીની સામે બનાવટી કાગળ ઊભા કરવાનો આરોપ લાગ્યો છે.બન્નેએ અગ્નકાંડ સર્જાયા બાદ બીજા દિવસે રજીસ્ટરનો સળગાવી નાશ કર્યાનો આરોપ છે.
જેમાં એસઆઈટીએ સમગ્ર કેસની કરેલી તપાસમાં બહાર આવ્યું હતું કે આ અધિકારીઓ અગ્નકાંડ બાદ ટીપી શાખામાં ખોટું રજીસ્ટર બનાવ્યું હતું. જેના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમજ એસઆઈટી આ કેસમાં હજુ પણ ઝીણવટભરી તપાસ કરી રહી છે. જેના પગલે હજુ વધુ લોકોની ધરપકડની શક્યતા છે.
રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નકાંડ માટે જવાબદારો સામે ઝડપથી તાપસ કરવા માટે રાજ્ય સરકારે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી છે, આ એસઆઇટીએ તપાસ બાદ તૈયાર કરેલો રિપોર્ટ સરકારને સોંપી દેવામાં આવ્યો છે, જેમાં રાજકોટના ફાયર વિભાગ સહીત અન્ય વિભાગોના ઘણા અધિકારીઓની બેજવાબદારી સામે આવી છે. જાકે ઉચ્ચ કક્ષાના અધિકારીઓની ભૂમિકા અંગે તપાસ હજુ ચાલી રહી છે.અગાઉ એસઆઇટીએ ૨૦ જૂન એટલે કે ગઇકાલે રિપોર્ટ સરકારને સોંપવાનો હતો પરંતુ તાપસ પ્રક્રિયા ચાલુ હોવાથી, રીપોર્ટ સોંપવામાં વિલંબ થઇ રહ્યો હતો. ગઇકાલે મોડી રાત સુધી નિવેદનો નોંધવાની પ્રક્રિયા ચાલી હતી.
ચાર વિભાગોની બેજવાબદારી સામે આવી છે, આ સમગ્ર ઘટનામાં ફાયર વિભાગ, પ્લાનિંગ વિભાગ, લાયસન્સ બ્રાંચ સહિત પોલીસ વિભાગના વિભાગો અને બાંધકામ વિભાગના કર્મચારીઓની બેદરકારી સામે આવી છે. સરકાર ઉચ્ચ અધિકારીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી શકે છે.
રાજકોટ ખાતે સર્જાયેલા ચકચારી અગ્નકાંડમાં તપાસ દૌર ચાલી રહ્યો છે. એક પછી એક જવાબદારો વિરૂદ્ધ કડક પગલાંભરવામાં આવી રહ્યા છે. ત્યારે તપાસ રેલો રાજકોટના સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા સુધી પહોંચ્યો હતો. એન્ટી કરપ્શન બ્યુરોએ મનસુખ સાગઠિયા વિરૂદ્ધ વધુ એક ફરિયાદ દાખલ કરી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી તેમની સાથે સંકળાયેલા ત્રણ સ્થળોએ દરોડા પાડયા હતા.