પ્રભાસ પાટણ પો.સ્ટે. ખાતે નોંધાયેલ મોબાઇલ ચોરીના E-FIR ગુનામાં સંડોવાયેલ આરોપી અમિત વિજયભાઇ સોલંકી (રહે. રાજુલા, જી. અમરેલી)ને રાજુલા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આરોપી પાસેથી રૂ.૨૦,૦૦૦/- કિંમતનો મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યો. આરોપી વિરુદ્ધ અગાઉ કુલ ૧૧ ગુના ચલાલા પો.સ્ટે. ખાતે નોંધાયેલા છે. આ કામગીરી PI એ.ડી. ચાવડા અને PSI પલાસના માર્ગદર્શનમાં ASI પોપટ અને ટીમ દ્વારા કરવામાં આવી હતી.