આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ  તેમના મુખ્યમંત્રી તરીકેના સેવાકાળના ચાર વર્ષ પૂર્ણ થવાના સુયોગે વડોદરામાં ઇલેટ્‌સ અર્બન ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટમાં સહભાગી બન્યા છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંસ્કારી નગરી વડોદરાના  નગરજનોને ધરપત આપતા જણાવ્યું કે, વિશ્વામિત્રી રિજુવેનાઇઝેશન પ્રોજેક્ટનો એક તબક્કો પૂર્ણ થયા બાદ હવે બાકીની કામગીરી પણ આગામી એક વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટના પરિણામે પ્રવર્તમાન ચોમાસામાં વડોદરાને કોઇ તકલીફ પડી નથી. રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણના જતન સાથે વિકાસના મંત્રને વરેલી છે.મુખ્યમંત્રી પટેલે  તેમના સેવાકાળના ચાર વર્ષ પૂર્ણ થવાના અવસરના સુયોગ સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત ઇલેટ્‌સ અર્બન ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટનો પ્રારંભ કરવાતા ઉક્ત વાત કરી હતી. તેમણે સમિટનો પ્રારંભ કરાવવાની સાથે વડોદરા મહાનગરપાલિકના અર્બન ડેવલપેમન્ટ ગોલનું લોન્ચિંગ ઉપરાંત શહેરી વિકાસ પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું.તેમણે કહ્યું કે, કુદરતની સામે બાથ ભીડવાને બદલે પ્રકૃતિનું સંરક્ષણ કરવું જાઇએ. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બેક ટુ બેઝિકનો કોલ આપી કુદરતી સંસધાનોનું રક્ષણ કરવાનું મહત્વ સૌને સમજાવ્યું છે. કુદરતનું મૂલ્ય આંકવું અઘરૂ છે. એટલે જ ગ્લોબલ વો‹મગની સમસ્યાના નિરાકરણ માટે પર્યાવરણના સંરક્ષણ સાથે સર્વગ્રાહી વિકાસ કરવાનો છે. વિકાસને પર્યાવરણ સાથે જાડીને જ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ શક્ય છે. તેમણે સૂચક નિવેદન કરતા તેમ પણ કહ્યું કે, અગાઉ આપણે પાકિસ્તાન સાથે બાથ ભીડતા હતા, હવે અમેરિકા સાથે ભીડી રહ્યા છીએ વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહી છે, તેવું જણાવતા મુખ્યમંત્રીએ જીએસટી જેવા સુધારાઓને ઉદાહરણ તરીકે રજૂ કર્યા હતા. સમયની માંગને સમજીને પ્રજાજનોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપીને નાના માણસથી લઈને મોટા વ્યવસાયિકો સુધીના વિકાસ માટે નીતિગત સુધારાઓ કરીને કાર્યરત રહેવાનું છે, તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની વાત કરતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, અગાઉ મહાનગરપાલિકાઓનું કાર્ય માત્ર ગટર, રસ્તા, પાણી અને વીજળી સુધી મર્યાદિત હતું, પરંતુ આજે તે હોસ્પિટલ, સ્વિમિગ પૂલ, જીમ, સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સ અને બાગ-બગીચા વિકાસ સુધી પહોંચી ગયા છે. પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી) મોડલ દ્વારા જનસહભાગિતા વધારીને સ્વચ્છતા અને કાર્યક્ષમતા વધારવાની જરૂર છે.શહેરો આર્થિક પ્રવૃત્તિના ઉદ્દગમ સ્થાનો છે, તેમ કહેતા તેમણે જણાવ્યું કે, ૨૦૦૫માં વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલા શહેરી વિકાસ વર્ષના ૨૦ વર્ષ પછી ૨૦૨૫માં શહેરી વિકાસ વિભાગ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૩૦ હજાર કરોડનું માતબર બજેટ ફાળવ્યું છે, જેનાથી પાણી, ગટર, કચરા નિકાલ અને રિસાયકલિંગ જેવી સુવિધાઓ મજબૂત થશે. સ્વચ્છતા અને જનજાગૃતિ પર ભાર મૂકતા મુખ્યમંત્રીએ કહ્યું કે,જનસહભાગિતા વિના સ્વચ્છતા અધૂરી છે અને મીડિયાના મિત્રોની મહેનતને બિરદાવતા કહ્યું કે, નકારાત્મક સમાચારને પણ પોઝિટિવ એક્શનમાં બદલીને આગળ વધવું જાઈએ. જનજાગૃતિ વધતાં તંત્રે ૧૦૦ ટકા કાર્યક્ષમતા સાથે કામ કરવું જાઈએ. હવે સરકારની પ્રવૃત્તિમાં નાગરિકોને જાડવા પડશે અને લોકભાગીદારિતા વધારવી પડશે. વિરાસત અને વિકાસને જાડીને સંસ્કૃતિ આધારિત વિકાસ કરવો જાઈએ, જેમ કે પાણી-વીજળી બચાવવી અને કાર્બન ઉત્સર્જન ઘટાડવું. ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના સાથે દરેક વ્યક્તિએ પોતાના સ્તરે યોગદાન આપવું જાઈએ. પાણી બચાવીને, વૃક્ષો વાવીને, કેચ ધ રેઇન કે વીજળી બચાવીને પણ દેશની સેવા કરી શકાય છે. તેમ તેમણ જણાવ્યું હતું.આત્મનિર્ભર ભારત અને સ્વદેશીને જીવનમંત્ર બનાવીને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની અપીલ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, નવરાત્રી અને દિવાળીમાં સ્વદેશી વસ્તુઓના ઉપયોગને વેગ આપવો જાઈએ. સમાજ અને સંસ્કૃતિ અનુરૂપ સ્માર્ટ, સસ્ટેનેબલ અને ઇકોફ્રેન્ડલી શહેરોના નિર્માણ માટે તમામને યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.