અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સૌરાષ્ટ્ર સંભાગ-૨નો અભ્યાસ વર્ગ ૧૧-૧૨ જાન્યુઆરીના રોજ ધારી તાલુકાના ધ લિવોનિયા હેરિટેજ ખાતે યોજાશે. આ અભ્યાસ વર્ગમાં અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, ભાવનગર અને બોટાદ એમ છ જિલ્લામાંથી પ્રાંત કક્ષાના હોદ્દેદારો, જિલ્લા કક્ષાના હોદ્દેદારો, અપેક્ષિત ૨૦૦થી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. જેમાં પ્રાંતના અધ્યક્ષ મિતેશભાઇ ભટ્ટ, પ્રાંત સંગઠન મંત્રી સરદારસિંહભાઈ મચ્છાર વગેરે હોદ્દેદારો ઉપસ્થિતિ રહેશે.