સમાજવાદી પાર્ટીના વડા અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે તાજેતરમાં કહ્યું હતું કે રાજ્યમાં કોંગ્રેસને શૂન્ય બેઠકો મળશે. હવે અખિલેશના આ નિવેદન પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે અખિલેશ યાદવ જ્યોતિષી હોઈ શકે છે, તેથી તેમને લાગ્યું કે કોંગ્રેસને શૂન્ય બેઠકો મળશે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું, “યુપી ચૂંટણીને લઈને કોંગ્રેસના કાર્યકરો સાથે બે બેઠકો થઈ હતી. અખિલેશ યાદવ કદાચ જ્યોતિષી હોઈ શકે છે, તેથી તેમણે વિચાર્યું કે કોંગ્રેસ શૂન્ય બેઠકો લાવશે. અમે જાઈશું કે શું થશે.” આ દરમિયાન તેમણે કહ્યું કે કોંગ્રેસ રાજ્યની મહિલાઓ માટે અલગ ઢંઢેરો લઈને આવશે.
ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી પૂરા જાશ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી રહી છે. હાલના દિવસોમાં પ્રિયંકા ગાંધી રાજ્યમાં ખૂબ જ સક્રિય છે અને યોગી સરકારની કામગીરી પર સતત સવાલો ઉઠાવી રહી છે. કોંગ્રેસ પહેલાથી જ જાહેરાત કરી ચૂકી છે કે આ ચૂંટણીમાં તે ૪૦ ટકા બેઠકો પર મહિલાઓને ટિકિટ આપશે. આ ઉપરાંત પ્રિયંકાએ એમ પણ કહ્યું છે કે આ વખતે કોંગ્રેસ રાજ્યમાં એકલા હાથે લડશે