ઉત્તર પ્રદેશની અંદર ૨૦૨૨માં વિધાનસભા ચૂંટણી યોજોવાની છે, ચૂંટણી પહેલા ‘મેહમેદ અલી ઝીણા’ રાજ્યના રાજકારણમાં પ્રવેશી ચૂક્યા છે. હવે ભાજપ નેતા અને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ ઝીણાને લઈને સપા પ્રમુખ અખિલેશ યાદવ પર કટાક્ષ કર્યો છે. ડેપ્યુટી મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘અખિલેશ યાદવે પોતાનું નામે બદલીને ‘અખિલેશ અલી ઝીણા’ અને પોતાની પાર્ટીનું નામે ‘ઝીણાવાદી પાર્ટી’ રાખવું જોઈએ. નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય બારાબંકી જિલ્લામાં હતા. તેઓ અહીં વીરાંગના ઉદા દેવી પાસીના શહીદ દિવસ પર આયોજિત કાર્યક્રમેમાં પહોંચ્યા હતા. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા સાથે વાત કરતા આ વાત કહી હતી.
મૌર્યએ જણાવ્યું હતું કે, ‘સમાજવાદી પાર્ટી ખૂબ જ ગભરાટમાં છે. તે ત્રણ ચૂંટણી હારી ચૂકી છે અને ચોથી ચૂંટણી હારી જવાની છે. અમે જમીની વાસ્તવિકતા જોણીએ છીએ. કારણ કે, અમારી સંગઠન બૂથ સુધી છે. સમાજવાદી પાર્ટી પણ આ વાસ્તવિકતા જોણે છે. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘તેમેની સાથે ગુંડાઓ, અપરાધી માફિયાઓ છે. આવા સમેયે તુષ્ટિકરણના કારણે હવે ઝીણા મિયા પણ તેમેની સાથે આવ્યા છે. એટલા માટે હું અખિલેશ યાદવને તેમેનું નામે બદલીને ‘અખિલેશ અલી ઝીણા’ કરવા કહું છું.
આ સાથે મોર્યએ એમે પણ કહ્યું કે, તેમેની સમાજવાદી પાર્ટીને બદલે ‘ઝીણાવાદી પાર્ટી’ બનાવો, પરંતુ ઝીણા કે અતીક અહેમેદ કે અન્સારીમાંથી કોઈ તેમેને ચૂંટણીમાં જીતાડી શકશે નહીં. ઉત્તર પ્રદેશની જનતાએ કમેળ ખીલાવ્યું છે અને કમેળના કામેને મેત આપશે.નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ આગળ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ ફરી સરકાર બનાવશે અને ૩૦૦ સીટો જીતશે. તેમેણે કહ્યું કે, સમાજવાદી પાર્ટી પાસે કોઈ મુદ્દો નથી. જ્યારે તેઓ સરકારમાં હતા, ત્યારે તેમેણે કામે કર્યું ન હતું, હવે જ્યારે ચૂંટણી આવી છે, ત્યારે તેમેણે લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આ લોકોએ તેમેના શાસનકાળ દરમિયાન માત્ર શિલાન્યાસનું કામે કર્યું હતું અને તેને પૂર્ણ કરતા ન હતા, પરંતુ તેઓ દરેક વસ્તુનો શ્રેય લેવા લાગ્યા છે. હવે જ્યારે જનતા તેમેને પણ નકારી રહી છે, ત્યારે તેઓ ઝીણાના નામે પર પોતાની કિસ્મત ચમેકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.