ઉત્તરપ્રદેશ વિધાનસભા ચુંટણી નજીક આવી રહી છે તેમ તેમ આરોપો પ્રત્યારોપોનો દૌર ચાલુ થઇ ગયું છે.ઝિન્નાથી શરૂ થયેલી ચર્ચા હવે ઔરંગજેબ સુધી પહોંચી ગઇ છે.સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વારાણસી પ્રવાસ પર ટીપ્પણી કરી હતી તેનો જવાબ મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ આપ્યો છે અને અખિલેશને ઔરંગજેબ ગણાવી દીધા હતાં.નરોત્તમે કહ્યું કે અખિલેશ યાદવની અંદરથી ઔરંગજેબની આત્મા બોલી રહી છે.
એ યાદ રહે કે મોદી બે દિવસના વારાણસીના પ્રવાસે હતાં કાશી વિશ્વનાથ મંદિરના લોકાર્પણ દરમિયાન તેઓ આરંગજેબના ઇતિહાસ પર હુમલાવર જાવા મળ્યા અને કહ્યું કે ભાજપ સમગ્ર એક મહીના માટે જનજાગરણ કાર્યક્રમ ચલાવશે જયારે સૈફઇમાં પત્રકારો સાથેની વાતચીતમાં સપા વડા અખિલેશે મોદી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે એક નહીં,બે મહીના નહીં ત્રણ મહીના રહે,બનારસ રહેવાવાળી જગ્યા છે.આખરી સમયે બનારસમાં જ રહેવામાં આવે છે.અખિલેશના આ નિવેદન બાદ સમગ્ર ભાજપ અખિલેશનો વિરોધ કરી રહી છે.
મધ્યપ્રદેશના મંત્રી નરોત્તમ મિશ્રીએ કહ્યું કે અખિલેશ યાદવનું આ નિવેદન શર્મનાક છે અને તેમની અંદરથી ઔરંગજેબની આત્મા બોલી રહી છે.મિશ્રાએ કહ્યું કે જે રીતે ઔરંગજેબે સત્તા માટે પોતાના પરિવારને તહસ નહસ કરી દીધું તેવી જ રીતે અખિલેશ યાદવે કર્યું છે.તેની ભાષા બતાવે છે કે તેમને સમ્માન કરતા આવડતું નથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે કહ્યું કે બાબા વિશ્વનાથનું ભવ્ય મંદિર નિર્માણ અખિલેશને પચી રહ્યું નથી અને તે હલકી ભાષા બોલી રહ્યાં છે અખિલશ સમગ્ર હિન્દુ સંસ્કૃતિનું અપમાન કરી રહ્યાં છે.