કોરોના મહામારીના બે વર્ષ બાદ અખા ત્રીજે દેશભરના સોના-ચાંદીના બજારમાં જાવા મળી છે. એક પ્રાથમિક અંદાજ મુજબ દેશમાં લગભગ રૂ. ૧૫,૦૦૦ કરોડની મૂલ્યના કિંમતી ધાતુઓનું વેચાણ થયુ છે.
છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી અને લોકડાઉનને કારણે જ્વેલર્સની દુકાનો બંધ રહેતા અખાત્રીજના દિવસે સોના-ચાંદીના દાગીના કે સિક્કાની ખરીદ-વેચાણ થઇ શક્યુ ન હતુ, પરંતુ આ વખતે કોઇ પ્રકારના પ્રતિબંધો ન હોવાથી જ્વેલર્સની દુકાન સોના-ચાંદીના બજારોમાં ગ્રાહકોની ભીડ જાવા મળી છે.
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી)ના મંત્રીએ જણાવ્યુ કે, બે વર્ષ બાદ અખાત્રીજના દિવસે દેશભરમાં સોના-ચાંદીનું લગભગ રૂ. ૧૫,૦૦૦ કરોડનો વેપાર થયો છે. આજે અમદાવાદમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ રૂ. ૫૨,૯૦૦ અને ચાંદીનો ભાવ પ્રતિ કિગ્રા રૂ. ૬૪,૫૦૦ હતો, જે તેના ઓગસ્ટ ૨૦૨૦ના ઐતિહાસિક ઉંચા ભાવથી નીચા છે.