સાક્ષરનગરી નડિયાદમાં ૩૧ ઓક્ટોબર ૧૮૭પ ના રોજ વલ્લભભાઈ પટેલનો જન્મ થયો હતો. માતા-લાડબા અને ઝવેરભાઈના ચોથા સંતાન હતા. ખેડૂત પરિવારમાં તેમનું ઘડતર થયુ પિતાશ્રી સ્વામીનારાયણ સત્સંગી હોવાથી ગર્ભસ્થ સંસ્કારો વારસામાં પ્રાપ્ત થયા. કરમસદથી કન્યાકુમારી, આર્નતથી અરૂણાચલ પ્રદેશને એક કરી અખંડ ભારતનું સર્જન કરનાર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૭રમી પુણ્યતિથિએ ચરણ વંદના કરુ છુ. ભારતના ભાગ્ય વિધાતા દેશભક્તિ-ગાંધીબાગનું અણમોલ રત્ન લોહપુરુષે ઈ.સ.૧૯૧પ થી ૧૯પ૦ સુધી આ રાષ્ટ્રસેવકનું દેશસેવામાં અનન્ય પ્રદાન છે. ગાંધીજીના અંતેવાસી બની દેશની આઝાદી માટે જે ચળવળો થઈ તેમાં મહામૂલુ પ્રદાન કરનાર કોઈ હોય તો તે સરદાર પટેલ છે.
મહર્ષિ-મહાયોગી શ્રી અરવિંદને તા.૧પ-૮-૧૯૪૭ માં પોડિચેરીમાં એક પ્રશ્ન પૂછવામાં આવેલો કે, ક્રોંગ્રેસમાં સાચો રાજપુરુષ કોણ છે?
‘‘શ્રી અરવિંદે એના જવાબમાં કહેલું કે’’ હાલની કોંગ્રેસમાં એક જ સાચો રાજપુરુષ છે અને તે સરદાર પટેલ આવા અનેક દેશ-વિદેશના લોકોએ તેમના કાર્યોની નોંધ લીધી છે. વિશ્વ વિખ્યાત TIME” મેગેઝિનના મુખપૃષ્ઠ પર પંદર ઓગસ્ટ -૧૯૪૭ પછી ભારતીય નેતાઓમાં સહુ પ્રથમ તસવીર સરદાર પટેલની પ્રસિધ્ધ થઈ એનું મથાળુ હતુ. TIME BOSS”આજ અંકમાં ત્રણ પાના ભરીને સરદારની દેશસેવાની વિવિધ સિદ્વિઓ વર્ણવવામાં આવી હતી. સરદાર સાહેબની દેશસેવા અને સર્મપણ,ત્યાગના દર્શન સદીઓ સુધી અમર રહેશે. સરદાર પટેલ વિશે રાજકીય સેવાનું ઘણુ લેખન કાર્ય થયુ છે.
સરદાર પટેલની સામાજિક સેવા-રચાનાત્મક અભિગમ વિશે હજુ વિશેષ સંશોધન થાય તે આવશ્યક છે. સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટીના ઈતિહાસ વિષય પ્રધ્યાપક ડો.વસંતભાઈ પટેલનું ઘણુ ઉંડુ સંશોધન છે. તેમના વ્યાખ્યાનમાં સરદાર સાહેબનુ જીવન-કવન અને રચનાત્મક અભિગમ વિશે ઉંડો દ્રષ્ટિકોણ જાવા મળે છે. સરદાર સાહેબ એક વૈશ્વિક રાષ્ટ્રીય લેવલનું વ્યક્તિત્વ છે. અંગ્રેજ વાઈસરોય પણ સો વખત વિચારીને સરદાર સાહેબ જાડે આદાન-પ્રદાન કરતા હતા.
૧૯૧પમાં ગાંધીજી ભારત પરત આવ્યા. ગુજરાત કલબમાં મુલાકાત-વિદેશી સુટબુટ-હેટ પહેરનાર સરદાર પટેલ ગાંધી સેવક બની જાય છે. ઈ.સ.૧૯૧૭ ખેડા સત્યાગ્રહ ૧૯ર૩ બોરસદ સત્યાગ્રહ ૧૯ર૮ બોરડોલી સત્યાગ્રહ ૧૯૪ર હિંદ છોડો લડત આ સત્યાગ્રહમાં અનેકવાર જેલવાસ વેઠયો લોકોમાં રાષ્ટ્રભાવના ઉભી કરી સત્ય અને અહિંસા દ્વારા સુધારાના કાર્યો કર્યા. મહિલાઓમાં નવજાગૃતિ લાવ્યા. ચૂલાથી ચોરે સુધી પહોંચવા માટે સ્વાભિમાન ઉભુ કર્યુ.
આઝાદી માટેની ચળવવામાં અદમ્ય સાહસ અને નૈતિક પ્રભાવ હેઠળ લડતની આગેવાની લીધી. વલ્લભભાઈ પટેલની નિર્ણય શક્તિ અને સાહસના તોલે કોઈ રાજપુરુષ કયારયે મે નથી જાયો. ૪૩ વર્ષના રાજકીય જાહેર જીવનમાં સમાજ નિર્માણ અને અખંડ હિંદુસ્તાનના નવસર્જન માટે જાત ઘસી નાખી. પ્રમાણિકતા અને પરિશ્રમથી દેશમા નવી ચાલ ઉભી કરી. ફાટેલા ધોતીયા,ચશ્માની એક દાંડી દોરીની, ૩૦ વર્ષ જૂની ઘડિયાળ સિવાય કશુ વારસામાં નહી.
તા.૩૧/પ/૧૯ર૧ ભરૂચ ખાતે મળેલી પાંચમી ગુજરાત રાજકીય પરિષદમાં પ્રમુખ તરીકે સરદાર પટેલે આપેલા ભાષણનો અહીયા ઉલ્લેખ કરુ છુ. સરદાર પટેલની ‘‘કલ્પનાનું સ્વરાજ’’
આપણે એવું સ્વરાજ ઈચ્છીએ છીએ કે,
• જેમા સુકા રોટલાને અભાવે સેંકડો માણસો મરતા નહિ હોય.
•પરસેવો પાડી પકવેલું અનાજ ખેડૂતના છોકરાના મોંમાંથી કાઢી પરદેશ ઘસડી જવામાં નહી આવતુ હોય.
•જેમા પ્રજાને વસ્ત્રને સારુ પારકા દેશ પર આધાર રાખવો પડતો નહી હોય.
•જેમા પ્રજાની ઈજ્જત સાચવવાનું કે લૂંટવાનું પરદેશીઓની મરજી પર નહિ હોય.
•સ્વરાજયની ધારાસભાના પ્રમુખ પરદેશી ‘‘વીગ’’ કે ઝભ્ભો નહિ પહેરતા હોય.
•સ્વદેશી ટોપી(ગાંધી ટોપી)પહેરતા નોકરી છોડવાનો ભય નહિ હોય.
•સ્વદેશી કાપડ જ પહેરવું એ પ્રજાનો સ્વાભાવિક ધર્મ ગણાતો હશે.
•આપણા સ્વરાજમાં થોડા પરદેશીઓને સગવડ કરી આપવાની ખાતર રાજય કારભાર પરદેશી ભાષામાં ચાલતો નહી હોય.
•આપણા વિચારનું અને શિક્ષણનું વાહન પરદેશી ભાષામાં નહિ હોય.
•આપણા મહાવિદ્યાલયોના આચાર્યો પરદેશી નહિ હોય.
•રાજયનો કારભાર આભ અને ધરતી વચ્ચે પૃથ્વીની સપાટીથી સાત હજાર ફૂટ ઉંચેથી નહી ચાલતો હોય.(સીમલા)
•મહાન દેશભક્તોની સ્વતંત્રતા જાખમમાં હોય પણ દારૂડિયાની સ્વતંત્રતાનું રક્ષણ કરવા ખાસ કાળજી રાખવામાં આવે એવી સ્થિતિ સ્વરાજમાં નહિ હોય.
•સરકાર દારૂ બનાવી તેનો વેપાર કરતી હોય એટલું જ નહિ લાખો રૂપિયાનો વ્હીસકીનો દારૂ પરદેશથી છૂટથી આવતો હોય એવું આપણુ સ્વરાજય નહી હોય.
•સ્વરાજમાં દેશનાં રક્ષણને માટે દેશ ગિરવે મૂકી દેવાળુ કાઢવા વખત આવે એટલું લશ્કરી ખર્ચ નહિ હોય.
•મોટા અમલદારોના અને નાના નોકરોનો પગારની વચ્ચે આભ જમીન જેટલું અંતર નહિ હોય.
•ઈન્સાફ અતિશય મોઘોં અને લગભગ અશકય જેવો નહી હોય.
•આપણુ સ્વરાજય હશે ત્યારે આપણે આપણા પોતાના દેશમાં તેમજ પરદેશમાં જયાં અને ત્યાં હાડોહાડ નહિ થતા હોઈએ.
આવા વીરલ સ્પષ્ટ વકતા રાષ્ટ્રભક્ત સરદાર સાહેબની ૧પમી ડિસેમ્બર-ર૦ર૧ના રોજ ૭રમી પુણ્ય તિથિએ કોટી કોટી વંદન. આ ધરતીવીરો-શુરા અને પ્રામાણિક યુગ પ્રવર્તકની ધરા છે. તેમના વિશે જેટલુ લખીએ તેટલું ઓછુ છે. સરદાર પટેલની ભૂમિને હંમેશા વંદન કર્યા વગર કેમ રહી શકાય. જય સરદાર જય સરદાર