કોમેડી-ડ્રામા ફિલ્મ ‘હેરા ફેરી’ની નવી સિક્વલ ફરી એકવાર ચર્ચામાં છે. વર્ષ ૨૦૦૦માં આવેલી ફિલ્મ ‘હેરા ફેરી’ સુપરહિટ સાબિત થઈ હતી, જેમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની ત્રિપુટીએ ધમાલ મચાવી હતી. આ ફિલ્મની બીજી સિક્વલ ૨૦૦૬માં આવી
હતી અને હવે ચાહકો તેના ત્રીજો પાર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં, ‘હેરા ફેરી ૩’ ના નિર્માતાએ આ ફિલ્મ વિશે પુષ્ટિ આપી છે અને સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચાહકો ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.
તાજેતરમાં, બોલિવૂડ હંગામાને આપેલા એક ઇન્ટરવ્યુમાં ફિરોઝ નડિયાદવાલાએ ખુલાસો કર્યો હતો કે દર્શકોને ચોક્કસપણે ‘હેરા ફેરી ૩’ જોવા મળશે. એટલું જ નહીં, તેમણે એ પણ કન્ફર્મ કર્યું કે ત્રીજો પાર્ટમાં અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટીની ત્રણેય જોવા મળશે. તેમણે એમ પણ કહ્યું કે ‘હેરા ફેરી ૩’ની સ્ક્રિપ્ટ પર હાલમાં કામ ચાલી રહ્યું છે અને તે ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જોહેરાત કરશે.
‘હેરા ફેરી ૩’ વિશે સાંભળ્યા પછી ચાહકો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા. ફેન્સ ટિવટર પર હેશટેગ ‘હેરા ફેરી ૩’ પર સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ સાથે આ ફિલ્મની તસવીરો અને મીમ્સ પણ શેર કરવામાં આવી રહ્યા છે. જો કે, બધા હજુ પણ ‘હેરા ફેરી ૩’ની સત્તાવાર જોહેરાતની રાહ જોઈ રહ્યા છે.
ફેન્સે સુનીલ શેટ્ટી, અક્ષય કુમાર અને પરેશ રાવલની ત્રિપુટીની પ્રશંસા કરી હતી. ટિવટર પર ત્રણેય સ્ટાર્સની કોમેડી સ્ટાઈલ અને સ્ટોરી વિશે ઘણી ટિવટ જોવા મળી રહી છે. આ સિવાય ઘણા ફની મીમ્સ પણ જોવા મળ્યા છે.