કેન્દ્ર સરકાર દ્વારા બીએસએફને આપવામાં આવેલી નવી સત્તાઓને લઈને પંજોબ સરકાર દ્વારા બોલાવવામાં આવેલા વિધાનસભાના સત્ર દરમિયાન મોટો હંગામો થયો છે. શિરોમણી અકાલી દળ અને પંજોબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે ઘર્ષણ થયું છે. આ સાથે જ મામલો મુક્કા-લાત સુધી પહોંચ્યો હતો. મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની બોલવા માટે ઉભા થયા ત્યારે ઝપાઝપી થઈ.
વાસ્તવમાં, મુખ્યમંત્રીએ તેમના સંબોધન દરમિયાન અકાલી નેતા વિક્રમ સિંહ મજીઠિયા પર જોરદાર પ્રહારો કર્યા હતા. ચન્નીએ ભાષણ આપતાં મજીઠિયાને ડ્રગ્સના ધંધામાં માસ્ટર હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું, “વિક્રમ સિંહ મજીઠીયા, તમારો રોમાંસ ગંદકી સાથે જોડાયેલો છે. તમે ડ્રગના વ્યવસાય સાથે સંકળાયેલા છો. મુખ્યમંત્રીના આટલું બોલતાની સાથે જ અકાલીઓ ગુસ્સે થઈ ગયા અને મુખ્યમંત્રીની ખુરશીની સામે આવી ગયા. આ જોઈને કોંગ્રેસના ધારાસભ્યોએ મુખ્યમંત્રી ચન્નીને ઘેરી લીધા હતા. અને તેમનો બચાવ કર્યો હતો.
તે જ સમયે, ગૃહની અંદર વિરોધ પક્ષો અને શાસક પક્ષના ધારાસભ્યો વચ્ચેના આ ઘર્ષણને જોતા, ગૃહની કાર્યવાહી ૧૫ મિનિટ માટે સ્થગિત કરવામાં આવી હતી. પરંતુ ધારાસભ્યો વચ્ચે શરૂ થયેલો વિવાદ અટક્યો ન હતો, નેતાઓ એકબીજો સાથે ગૂંચવાયેલા રહેતા હતા. જ્યારે મંત્રી તૃપ્ત સિંહ બાજવાએ તેમના ધારાસભ્યોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે અકાલી નેતાઓ સતત વેલમાં ઉભા રહ્યા.
સિદ્ધુએ વિધાનસભાની અંદર આ અથડામણને લઈને પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “પંજોબ વિધાનસભામાં આજનો હંગામો જોણી જોઈને કરવામાં આવ્યો હતો કારણ કે વિપક્ષ ડરી ગયો છે. ચન્ની સરકાર, પંજોબ કોંગ્રેસ લોકો માટે કામ કરી રહી છે. જે પણ જોહેરાત કરવામાં આવી છે તે માત્ર ૨-૩ મહિના નહીં પણ આગામી ૫ વર્ષ માટેનું વિઝન છે.
વધાનસભા ચૂંટણી પહેલા યોજોયેલા આ સત્રમાં ચન્ની સરકારે મ્જીહ્લને આપવામાં આવેલી સત્તા વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો હતો. આ વિશે માહિતી આપતાં મુખ્ય પ્રધાન ચન્નીએ જણાવ્યું હતું કે, “પંજોબ એસેમ્બલીએ સર્વસંમતિથી રાજ્યમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર મ્જીહ્લના કાર્યક્ષેત્રને ૫૦ કિલોમીટરના પટ્ટા સુધી વિસ્તારવાના કેન્દ્રના નિર્ણય વિરુદ્ધ એક ઠરાવ પસાર કર્યો હતો. અમે પંજોબના બચાવ માટે પ્રતિબદ્ધ છીએ અને જરૂર પડ્યે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરીશું.”