સાવરકુંડલા-મહુવા રોડ પર ચારેક દિવસ પહેલાં થયેલા ભયાનક અકસ્માતના પગલે સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની સૂચનાથી તાલુકા સંકલન સમિતિમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં એક મહિલા સહિત બે વ્યક્તિના મોત થયા હતા અને અન્ય ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના CCTVમાં પણ કેદ થઈ હતી. આ પછી રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લઈને રોડ પર સ્પિડબ્રેકર બનાવવા, ઝેબ્રા ક્રોસિંગનું સાઇનિંગ કરવું અને ખરાબ રસ્તાનું રિપેરીંગ કામ હાથ ધરાયું છે.