અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવવા માટે આવેલા વધુ બે જહાજાને સીઝ કરવામાં આવ્યા હતા. આ જહાજા ભંગાણ અર્થે આવ્યા પરતું જહાજના દસ્તાવેજા અને આઈએમઓ નંબર ખોટા બતાવવામાં આવ્યા હતા. જે બાદ સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ હતી અને બંને જબાજાને એજન્સીઓ દ્વાર સીઝ કરવામાં આવ્યા હતા હવે તપાસ એજન્સીઓ દ્વારા જહાજને લઈને મોટી કાર્યવાહી કરવામાં આવી છે.આઇએમઓ નંબર તેમજ ખોટા દસ્તાવેજ મામલે સુરક્ષા એજન્સીઓએ બે સ્થાનિક એજન્ટની ધરપકડ કરી છે તેમજ જહાજના કેપ્ટન રાહુલ ચૌધરીની પણ અટકાયત કરવામાં આવી છે.મહત્વનું છે કે જહાજ પાછળ મુખ્ય ષડયંત્રકાર તહીર લાખાણીની પૂછપરછ માટે એજન્સીઓ દુબઈ પણ જશે એવી વિગતો સામે આવી છે. આ બે જહાજાને બે દિવસ પહેલાજ જ સિઝ કરવામાં આવ્યા હતા જહાજ સીલ કરાયા બાદ જહાજાને એજન્સીઓને અલંગમાં કોઇ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર હોવાની શંકા ઉપજી હતી જે બાદ હવે સેવાઈ રહી છે. કસ્ટમ પ્રિવેન્ટીવ ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.મહત્વનુ છે કે અગાઉ પણ શિપ બ્રેકિંગ યાર્ડ અલંગમાં અમેરિકાના પ્રતિબંધિત જહાજને ડ્ઢઇૈંએ સીઝ કર્યું હતું, જહાજનું નામ અને આઇએમઓ નંબર બદલી શિપયાર્ડમાં ભાંગવા માટે આવતા ડીઆરઆઇને શંકા ગઈ હતી જે બાદ જહાજને સીલ કરાયું હતું. બે દિવસ પહેલા કસ્ટમ પ્રિવેન્ટીવ ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. આ જહાજાને ખોટા દસ્તાવેજા આઇએમઓ નંબર સાથે ચેડાં કરીને લાવવામાં આવ્યા બાદ જહાજાને અંલગ શિપબ્રેકિંગ યાર્ડમાં લવાયા હતા.મહત્વનું છે કે અંગલમાં એક જ સપ્તાહમાં ૩ જહાજની તપાસ કરીને એજન્સીઓ દ્વારા સીઝ કરવામાં આવ્યા છે.મહત્વું છે કે હાલ સમૃદ્ધ કિનારેથી અનેકવાર જહાજામાં ગેરકાયદેસર નશીલા પદાર્થોની હેરાફેરી કરવામાં આવતી હોય છે તેમજ તસ્કરીનું આખું કૌભાંડ ચાલતું હોય છે ત્યારે કસ્ટમ વિભાગે સક્રિય જાવા મળી રહ્યું છે અંલગ ખાતે આવેલા આ જહાજા ભંગાણ અર્થે આવ્યા હતા પરતું તેના દસ્તાવેજામાં ચેડા કરાયા હોવાનું સામે આવતા અલંગમાં કોઇ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર હોવાની શંકાએ હાલ જુદી જુદી એજન્સીઓ તપાસના કામે લાગી છે. તેમના દ્વારા જીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે.