બનાસકાંઠાના અંબાજીમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં કાર્યવાહીનો દોર ચાલી રહ્યો છે. મુખ્ય આરોપીને મોસ્ટ વોન્ટેડ જાહેર કરાયો છે. ૧૫ વર્ષની સગીરાને બાઇક પર બેસાડીને લઇ જનાર આરોપીનો સ્કેચ જાહેર કરાયો છે. ઘોડા ટાંકણી ગામનો આરોપી સગીરાને ઓળખતો હોવાનો ખુલાસો થયો છે.છાપરી બાજુની જાળીમાં સગીરા સાથે લાલા પરમાર અને ૫ શખ્સોએ આચર્યું દુષ્કર્મ હતું.
સગીરા અર્ધબેભાન થતાં આરોપી સગીરાને સીમમાં છોડી ફરાર થયા હતા. સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા અંબાજી પોલીસે તપાસ હાથ ધરી છે.