ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના શાહપુર સહિત આજુબાજુ ગામના માઇભક્તો રવિવારે યાત્રાધામ અંબાજી ખાતે દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરી સોમવારે વહેલી સવારે પરત પોતાના ઘર તરફ પ્રયાણ કરતા હતા. તે સમય દરમિયાન અંબાજી-દાંતા રોડ પર ત્રિશુળિયા ઘાટ પાસે લક્ઝરી બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈ ગઈ હતી.આ લકઝરીમાં બેઠેલા ૬૭ જેટલા મુસાફરોને ઇજાઓ થઈ હતી જે પૈકી ચારનાં મોત નીપજ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્તોને ૧૦૮ની મદદથી દાતા તેમજ પાલનપુરની સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ત્રિશુળિયા ઘાટ પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતની વિગતો એવી છે કે, ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાની એક સાથે ત્રણ જેટલી લકઝરી અંબાજીથી પરત ફરી રહી હતી. તે દરમિયાન શાહપુર ગામના ભક્તો લકઝરી નં. ય્ત્ન-૧૮-ફ-૯૭૪૭માં અંબાજીમાં માતાજીનાં દર્શન કરી સોમવારની વહેલી સવારે પરત ફરતા હતા. લકઝરીમાં આશરે ૬૦ યાત્રિકો બેઠેલા હતા. આ લકઝરી દાંતાના ત્રિશુળિયા ઘાટમાં હનુમાનજી મંદિર પાસે પહોંચી ત્યારે પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ લકઝરી પલટી મારીને ત્રિશુળિયા ઘાટે બનાવેલા વ્યૂ પોઇન્ટ પાસે લગાવેલા એક લાઈટના મોટા પોલ સાથે અથડાઇ હતી. અકસ્માત બાદ લકઝરી આ પોલના હોત તો ગાડી ખાઈમાં ખાબકી હોત અને મોટી સંખ્યામાં જાનહાનિ થઇ હોત. અકસ્માતને પગલે તંત્ર અને દાંતાના સ્થાનિક લોકોએ તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરી હતી. ઇજાગ્રસ્તોને ૧૦૮ અને ખાનગી વાહનોમાં દાંતા સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જે પૈકી ૫૨ જેટલા ઇજાગ્રસ્તોને ૧૦૮ની મદદથી વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ ખાતે ખસેડાયા હતા.
ડ્રાઇવર અલતાફહુસેને અકસ્માત અંગે કહ્યું કે, ઘાંટામાં ૬-૬ બમ્પ બનાવેલાછે. આથી વારંવાર બ્રેક મારવાને કારણે બ્રેકમાંથી એર નીકળી ગઈ હતી. લકઝરીને ગિયરમાં નાખી કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો છતાં પલટી મારી ગઇ હતી. અકસ્માત બાદ બેઠેલા મુસાફરો મને માર મારશે તેવા ડરથી હું ભાગી ગયો હતો. પોલીસે ડ્રાઇવરની અટકાયત કરી મુખ્ય આરોપી બનાવી કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકોનાં નામ ઃ સદ્દામ મુસ્તુફામિયા ખોખર (ઉ.વ. ૩૨ લકઝરી ચાલક મહુધાના ફિણાવ), ધર્મેશભાઈ દોલાભાઈ બારૈયા (ઉ. વ. ૨૫, યાત્રિક શાહપુરના )નું ઘટનાસ્થળે મોત થયા હતા. જયારે ૫ વર્ષના બાળકનું પાલનપુર સારવાર અર્થે ખસેડતી વખતે રસ્તામાં અનેસેજલબેન સોંલકી (ઉ. વ. ૩૦, કઠલાલ)નું પાલનપુર સિવિલમાં મોત થયું હતું.
ગાડીમાં બેઠેલા યાત્રાળુઓનાં જણાવ્યા મુજબ અલગ અલગ નિવેદન જાણવા મળ્યા હતા. જેમાં કોઈએ કહ્યું ડ્રાઈવર નશામાં હતો. તો કોઈએ કહ્યું કે વારંવાર બમ્પ કુદાવી રહ્યો હતો તેમજ કટ મારતો હતો. આ ઉપરાંત અન્ય એક ઇજાગ્રસ્ત મુસાફરે કહ્યું કે, ડ્રાઈવર રીલ બનાવતો હતો. બીજી તરફ અકસ્માત થયા પછી બસનો ડ્રાઇવર અલ્તાફ હુસેન ઇજાગ્રસ્ત થયો હતો. જાકે, મુસાફરોના મારના ડરથી તે ભાગી ગયો હતો. બાદમાં દાંતા પોલીસની પકડમાં આવ્યો હતો અને ઇજા પહોંચી હોવાથી દાંતા પોલીસે સારવાર કરાવી હતી. દરમિયાન અન્ય એક ડ્રાઈવર સદ્દામહુસેનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. પરંતુ ડ્રાઇવર કે કંડક્ટરના મોબાઈલમાંથી કોઇ રીલ કે વીડિયો મળ્યા નહતા. જા કંડક્ટરે ડિલીટ કર્યું હોય તો પણ રીસાયકલબિનમાં આવો કોઇ વીડિયો મળ્યો નહોવાનું પોલીસ તપાસમાં જણાયું હતું. આથી અકસ્માત થવાના કારણ માટે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
ત્રિશુળિયા ઘાટમાં થયેલા અકસ્માતમાં ૫૦થી વધુ ઇજાગ્રસ્તો હતા. બધાજ ઇજાગ્રસ્તો એક સાથે દાંતા સિવિલ હોસ્પિટલમાં લાવવાથી સ્ટાફની કમી મહેસૂસ થતાં દાંતાના ખાનગી ડોક્ટરોને જાણ કરવામાં આવતાં બધા જ ડોક્ટરો પોતાના દવાખાના છોડી સરકારી હોસ્પિટલ આવી ઇજાગ્રસ્તોની સારવાર અર્થે કામે લાગ્યા હતા. જેથી સરકારી સ્ટાફ અને ખાનગી ડોક્ટરો મળી બધા જ ઇજાગ્રસ્તો તાત્કાલિક સારવાર આપી શક્યા હતા. આમ, દાંતાના ખાનગી હોસ્પિટલનાં ડોક્ટરે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ત્રિશુળીયા ઘાટે સર્જાયેલા અકસ્માતમાં ઘવાયેલા ૫૨ જેટલા ઘાયલ મુસાફરોને વધુ સારવાર માટે પાલનપુર સિવિલ ખાતે ખસેડાયા હતા. જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ ત્રિશુળીયા ઘાટની વિઝીટ લીધી હતી. તે પછી પાલનપુર સિવિલમાં ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફરોની મુલાકાત લીધી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે, તમામ ઘાયલ મુસાફરોની સ્થીતિ અત્યારે સ્ટેબલ છે. આ અકસ્માતમાં ૦૨ પુરુષ, એક મહિલા અને ૦૧ બાળક કુલ મળીને ચાર લોકોનું નિધન થયું છે. આ ઘટનાને પગલે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સહિત ભાજપ સંગઠનના સભ્યો સિવિલ હોÂસ્પટલ ખાતે દોડી આવ્યા હતા.