અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાની વિધિવત રીતે શરૂઆત થઇ ગઇ છે, ત્યારે પ્રથમ દિવસે જ એસટી વિભાગની ઉઘાડી લૂંટને લઈને માઇભક્તોમાં રોષ જાવા મળ્યો છે. જેમાં સામાન્ય દિવસોમાં અંબાજી એસટી ડેપો દ્વારા અંબાજી મંદિરથી ગબ્બર સુધી પહેલા ૩ કિમી પ્રમાણે ૯ રૂપિયા ભાડુ લેવામાં આવે છે. જ્યારે હવે ભાદરવી પૂનમના મેળા દરમિયાન ૨ કિમીનું ૨૦ રૂપિયા ભાડું કરવામાં આવતા ભક્તોમાં નારાજગી જાવા મળી રહી છે.
અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો શરુ થયો છે, ત્યારે અંબાજી મંદિરથી ગબ્બર સુધી જવા માટે એસટી બસમાં ડબલ કરતા વધુ ભાડું વસુલવામાં આવતા લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. જેમાં પહેલા ૩ કિમી પ્રમાણે ૯ રૂપિયા ભાડુ લેવામાં આવે છે. જ્યારે હવે ભાદરવી પૂનમના મેળામાં ૨ કિમીનું ૨૦ રૂપિયા ભાડું કરવામાં આવ્યું છે. બીજી તરફ, મુસાફોનું કહેવું છે કે, એસટી બસ અને પ્રાઈવેટ વાહનોમાં કાંઈ ફરક રહ્યો નથી.
આ દરમિયાન કામાક્ષી મંદિરથી ૫૧ શકતીપીઠ સર્કલ સુધી ભક્તોને એસટીમાં ફ્રી અને ગબ્બર જવા ૨૦ રૂપિયા ભાડુ લેવામાં આવ્યું છે. પરિક્રમા મહોત્સવ વખતે સમગ્ર ગુજરાતમાંથી ભક્તોને વિનામૂલ્ય અંબાજી લાવવામાં આવતા હતા અને ફ્રીમાં જમાડવામાં આવતા હતા. જ્યારે ભાદરવી પૂનમના મેળા માટે નિયમ અલગ હોવાથી સ્થાનિકોમાં નારાજગી જાવા મળી રહી છે.
યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાની શરુઆત થઈ ગઈ છે, ત્યારે દર્શનાર્થે આવેલા ભક્તોને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ – પાલનપુર વિભાગ દ્વારા ખાસ બસની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં એસટી વિભાગે ૫૫૦૦ એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. તેમજ મુસાફરોને હંગામી મુસાફર શેડ, એમ્બ્યુલન્સ, બેનર હો‹ડગ, પીવાનું પાણી સહિતની સુવિધા ઉપલબ્ધ કરાશે.