અમરેલી જિલ્લામાંથી પોલીસે એક પરપ્રાંતીય સહિત બે ઈસમોને અંધારામાં લપાતા છુપાતા ઝડપી
લીધા હતા. બાબરા કરિયાણા રોડ પરથી મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના
બરવાહા તાલુકાના ટીટવા પલાસીયા ગામનો લક્ષ્મણ ફુલસીંલ વાસ્કલ (ઉ.વ.૩૬) આ કામના સૂર્યાસ્તથી
સૂર્યોદય દરમિયાન રાત્રીના સમયે કોઇ મિલ્કત સંબંધી કોગ્ની. ગુનો કરવાના ઇરાદે રખડતો ભટકતો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો.
ઉપરાંત પોતાની હાજરી છુપાવવાની કોશીષ કરતો મળી આવ્યો હતો.
સાવરકુંડલામાં બેટીયાવાસમાં રહેતો સંજયભાઈ મેણશીભાઈ ગુજરીયા (ઉ.વ.૩૦) કાપેલધાર, જે.વી. મોદી હાઈસ્કૂલ પાસેથી રાત્રીના અંધારામાં લપાતો છુપાતો મળી આવ્યો હતો.