અંધાર કે અંધારૂં નામ જ ડરામણું લાગે છે. આ નામ માત્રથી ભય ઉદ્ભવે. આમ જાઇએ તો સ્ત્રીજાત, છોકરીઓ આવા અંધારાથી ખૂબ જ ડરતી હોય છે પરંતુ એ જ અંધારૂં, એ જ અંધકાર કોઇ એક ખાસ પ્રકારના આશયને સિધ્ધ કરવા માટે ખૂબ જ ખૂબ વહાલું લાગે છે. જરા પણ ડર લાગતો નથી ને અત્યારનું, આજની રાતનું આ અંધારૂં જ્યોતિને પણ ખૂબ ખૂબ ગમ્યું.
એક યુવાન શિક્ષક અને એક યુવાન યુવતી એવી શિક્ષિકા… એક જ રૂમમાં…. અલગ અલગ પલંગ પર, આવા અંધકાર ભર્યા શાંત વાતાવરણમાં માત્ર આડા પડયાં હતા. ઘણી રખડપટ્ટીથી થાક તો લાગ્યો જ હતો. તોપણ જ્યોતિએ શાંત વાતાવરણ ડહોળતા દામલને પૂછયું: “તારે પાણી પીવું છે ?”
“તરસ તો લાગી છે, પણ આ અંધારામાં….” દામલે જવાબ અપ્યો ત્યાં તો:
“ચિંતા ન કર. મારી પાસે મારા હાથમાં જ પાણીની બોટલ છે.
“પરંતુ…. મારે ત્યાં સુધી આવવું કેમ ? આ અંધારૂં….”
“એક કામ કર દામલ, પહેલાં લાઇટ ચાલુ કર…”
દામલે આમતેમ ફાંફા મારી સ્વિચ બોર્ડ સુધી પહોંચી લાઇટ ચાલુ કરી. અજવાળું થતા… હવે દામલ જ્યોતિ પાસે પહોંચ્યો. જ્યોતિના હાથમાંથી પાણીની બોટલ લઇ તેણે પાણી પી લીધું. ત્યાં તો વળી જ્યોતિએ કહ્યું:
“થાક છે છતાં આખી રાત ઊંઘ નહીં આવે એમ મને લાગે છે. એક કામ કર દામલ, તારો પલંગ ખેંચી લઇ મારા પલંગ પાસે લગોલગ રાખી દે. આમ કરવાથી ડર પણ નહીં લાગે ને ઊંઘ પણ આવી જશે…”
“તારી વાત સાચી છે પણ…” દામલ બોલ્યો.
“પણ બણ કશું નહીં. ચાલ…” એમ બોલી જ્યોતિ ઝડપથી ઊભી થઇ અને દામલના પલંગ પાસે પહોંચી ગઇ. પછી પલંગને ખેંચી લાવી, તેના પલંગ સાથે ચીપકાવીને રાખ્યા પછી બોલી ઃ “બસ…! આમાં શું…? હવે તું નિરાંતે…. ”
વળી દામલ ચાલ્યો ને ફરીથી લાઇટ બંધ કરી પાછો તેના પલંગમાં આડો પડયો. થોડીવાર શાંત રહ્યા પછી દામલ એમ જ બોલ્યો:“આ સાલુ અંધારૂં સારૂં નહીં. સારૂં છે તું તો મને ઓળખે છે નહીંતર….”
“એમાં શું ? જાણી જાઇને થોડું આપણે….” જ્યોતિ આગળ ન બોલી.
થોડીવાર ફરી શાંતિ રહી. પંદરેક મિનિટ પછી જ્યોતિ વળી બોલી “દામલ, તું જાગે છે ?”
“જાગુ જ છું બોલ, શું છે ?”
“આવી અજાણી જગ્યા અને આવા અંધકારમાં મને ડર લાગે છે. ઊંઘ નહીં આવે તો…?”
“કોશિશ કર, ઊંઘ આવી જશે. બીજું હું શું કરૂં ?”
આખા રૂમને અંધકાર ગળી ગયો હતો. ને આવા સમયે તદ્દન નજીક નજીક રહેલા પલંગ પર બે યુવાન દેહ પરાણે ઊંઘવાની કોશિશ કરી રહ્યા હતા. પરંતુ બન્નેની અંદરૂની ઇચ્છા કોણ પારખી શકે ? કહેવાય છે કે, યુવાન દેહ ભૂખ્યો થાય તો કંઇક તો ઝંખે જ ! યુવાન દેહમાં આમંત્રણ વગર જાતિયતા ઊભરે છે અને આવેગ પેદા કરે છે એવા એ આવેગમાં કોઇપણ કારણ વગર ન થવાનું થઇ પણ શકે છે….!
અંધકારનો રંગ કાળો હોય છે. કાળા રંગમાં બીજા કોઇ રંગ ઝડપથી ભળી શકતો નથી. આ તો બધા જ જાણતા હોય છે. તો અત્યારે આવા અંધકારમાં બાજુમાં શું છે તેની પરખ પણ થઇ શકે નહીં તેવી સ્થિતિ હતી. હા, પલંગ જુદા જુદા હતા પણ તદ્દન નજીક નજીક અને એવા એ પલંગમાં જ્યોતિ અને દામલ લાંબા થયા હતા.
પોતાને કશું નુકસાન ન કરી શકે, તે તો કેવળ પોતાના અંધકારની મહત્તા ગાઇને સંતોષ માને છે. પરંતુ વિચાર, વિવેક, વાણી અને આચરણમાં અંધાપો આવે તો શું થાય ? આવો અંધાપો દૂર કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે, અઘરો હોય છે. આવા અંધાપાએ તો ખૂબ ખૂબ ખાનાખરાબી સર્જી છે, અનેક વ્યથાઓને તેણે જન્મ આપ્યો છે, લોહીની નદીઓ વહેવડાવી છે એટલે અંધકારના ફરજંદ પણ જબરા હોય છે.
આપણે જાણીએ છીએ કે, ઊંઘતા માણસને જગાડી શકાય છે, પરંતુ જે જાગવા જ નથી માંગતા તેને જગાડે કોણ ? તેથી તો વિચારોના અંધારામાં બીજા કશા સારા વિચારો પણ ન જ આવે….
પરંતુ જે વ્યક્તિ પ્રકાશ જાઇ શકે છે તે અંધકારને પણ જાઇ જ શકે વળી આવી અંધકાર ભરેલી રાતોનું મૌન હંમેશા મૌન હોતું પણ નથી. એટલે જ આવા અંધકારને સર્જનનો પાયો કહ્યો છે.
આવા જ કોઇ સર્જનનો મજબૂત પાયો નાંખવા માટે અંધકારની આડસમાં બે વિજાતીય માનવ દેહ ધીમે ધીમે નજીક નજીક સરી રહ્યા હતા. ત્યારે સાવ કાચો અને કુંવારો એવો દામલ… જ્યોતિ દ્વારા કરવામાં આવેલા પેલા ચુંબનને યાદ કરી રહ્યો હતો.
આમ જાઇએ તો એકાંત અને અંધકારમાં ગમતીલા વિચારો વગર પ્રકાશે નજર સામે દેખાવા લાગે છે. આવુ જ દ્રશ્ય અત્યારે દામલને નજરે દેખાયું. જ્યોતિ અત્યારે પણ તેના હોઠ પર ચુંબન કરતી નજરે દેખાઇ. આવું દ્રશ્ય જાતાની સાથે દામલના શરીરમાં ગરમ ગરમ લોહી જાણે દોડવા જ લાગ્યું.
અંધકાર એટલે અંધારૂં, અંધાપો ગોટાળો, અવ્યવસ્થા, અપ્રસિધ્ધિ અને નિસ્તેજપણું પણ કહી શકાય. આવા જ કોઇ ગોટાળા થકી, થોડી અવ્યવસ્થા થકી આવા અંધારામાં ખુલ્લી આંખે દામલ અને ખુલ્લી આંખે જ્યોતિ પલંગમાં પડયા હતા. બંનેના શ્વાસોશ્વાસ તીવ્ર ગતિએ ચાલતા હતા. ખૂબ જ નજીક હોવા છતાં ઊંઘ તો આવવાની જ નહતી. સમય વીતતો ચાલ્યો. અર્ધો કલાક પછી દામલ ધીમેથી બોલ્યો ઃ “જયોતિ…., એય… જ્યોતિ…”
(ક્રમશઃ)