લોકસભા ચૂંટણીની જાહેરાત થાય અને આચારસંહિતાના અમલ સાથે સરહદી રાજ્યોના માર્ગો નાકાબંધીઓ સાથે બંધ થાય આ પૂર્વે ગુજરાતમાં વિદેશી શરાબનો જંગી જથ્થો ઘુસાડવા માટે આતુર બનેલા બુટલેગરોના પ્રયાસોને ગોધરા એલ.સી.બી શાખાએ વધુ એક વખત નિષ્ફળ બનાવીને સીમલા વિસ્તારમાં આવેલા તલ્હા સુલેમાન ઇન્દરજી ના ગોડાઉન માંથી અંદાજે ૨૫ લાખ રૂપિયાની કિંમતના વિદેશી શરાબની ૧૬૪૦૪ બોટલોનો જંગી જથ્થો સાથે ક્રેટા ગાડી અને અલીરાજપુરના બે ઈસમોની ધરપકડ કરતા બુટલેગરો ની અંધારી આલમ મા સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.
આગામી હોળી ધુળેટી ના તહેવારો અને લોકસભા ચૂંટણીઓના આગમન પૂર્વે સરહદી રાજ્યોમાંથી ગુજરાતમાં વિદેશી શરાબનો જથ્થો ઘુસાડવાના બુટલેગરોના પ્રયાસો સામે સર્તક બનેલા ગોધરા એલ.સી.બી શાખાના પી.આઈ.એન.એલ દેસાઈએ પોતાની ટીમને સજજ કરી હતી એમાં એ.એસ.આઈ જયદીપસિંહ પ્રવિણસિંહને ગુપ્તરાએ બાતમી મળી હતી કે ગોધરા અમદાવાદ હાઈવે ઉપર આવેલા અમન વે બ્રિજના કાંટા પાસે આવેલ એક ગોડાઉનમાં વિદેશી શરાબનો જથ્થો સંતાડવામાં આવ્યો છે અને અન્ય વાહનોમાં સગે વગે કરવાની પેરવી મા હોવાની બાતમી ના આધારે એલ.સી.બી.પી.એસ.આઈ.પી.એલ. ઝાલા ની ટીમ દ્વારા સીમલા વિસ્તારમાં હાથ ધરાયેલ ઓપરેશનમાં ગોધરાના રગડીયા પ્લોટ માં રહેતા તલ્હા સુલેમાન ઇન્દરજીના ગોડાઉન માંથી વિદેશી શરાબ અને બિયરની ૧૬૪૦૪ બોટલોનો જંગી જથ્થો ઝડપી પાડ્?યો હતો.
સાથોસાથ ઘટના સ્થળે હાજર ક્રેટા કાર અને બાઇક સમિત મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ચંદ્રશેખર આઝાદ નગરના ૨ ઇસમો ઇમરાન મોહમ્મદ હુસૈન મકરાણી અને આરીફ ઉર્ફે સદ્દામ મÂસ્જદ શેખને ઝડપી પાડીને અંદાજે ૩૫ લાખ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરીને (૧) તલ્હા સુલેમાની ઈન્દરજી (૨) ઠેકાવાળો ભાદોરિયા નામનો માણસ (૩) જીગ્નેશ અને (૪) કહાર ને વોન્ટેડ જાહેર કર્યો હતો.