અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયા થી ગોંડલ જવા માટેની મુખ્ય રોડ વડિયા થી બાટવાદેવળી ગામના સીમાળા સુધી છેલ્લા ચાર વર્ષથી અતિ બિસ્માર હાલત માં છે આ રસ્તો ગોંડલ અને રાજકોટ જવા માટેનો મુખ્ય માર્ગ હોવાના કારણે અહીંથી રાજકોટ હોસ્પિટલ ના કામે જતા દર્દીઓ, ગોંડલ યાર્ડ માં ખેત પેદાશો વેચવા જતા ખેડૂતો અને રાહદારીઓ ને ભારે મુશ્કેલીઓ છેલ્લા ઘણા સમયથી પડી રહી હતી. આ બાબતે અનેક વાર મીડિયા અહેવાલ પ્રસિદ્ધ થયા અને અંતે મુખ્યમંત્રીશ્રી ની ખાડાઓ બુરવા અંગેની સૂચનાઓનુ પણ પાલન તંત્ર દ્વારા કરવમાં આવતું નથી તેવો મીડિયા અહેવાલ પ્રસિદ્ધ થતા અંતે પેઢી ગયેલા અધિકારીઓથી ચાલતું આ ગાઢ નિદ્રામાં માં પોઢેલુ આ તંત્ર અંતે સફાળું જાગ્યુ છે અને વડિયા થી બાટવા દેવળી (રેલવે સ્ટેશન )ના રોડ પર પડેલા ફૂટ ફૂટ ના ખાડાઓ અંતે પુરવાની કામગીરી શરુ કરવામાં આવી છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ બાબતે આ ગાઢ નિંદ્રા માં સુતેલા તંત્ર ને સ્થાનિક ધારાસભ્ય દ્વારા પણ કડક સૂચનાઓ આપવામા આવી હોય તેવુ જાણવા મળી રહ્યું છે.