શહેરના રાણીપ જીએસટી રેલવે ક્રોસિંગ પર એક યુવકે પડતું મૂકી આપઘાત કરી લીધો છે. યુવકે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લેતા માથું ધડથી અલગ થઈ ગયું હતું. આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ કરી ત્યારે યુવકે સ્યુસાઈડ નોટ પણ લખી હોવાનું સામે આવ્યું છે. જેમાં ઉલ્લેખ કર્યો છે કે, હું અને મારા પપ્પા બેકસુર છીએ.
હાલ રાણીપ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. રાણીપમાં રહેતો ૨૫ વર્ષીય ચિરાગ પ્રતાપે જીએસટી ફાટક રેલવે ક્રોસિંગ પાસે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો છે. સવારના સમયે ચિરાગે ટ્રેન સામે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. આસપાસના લોકો ભેગા થઈ જતા પોલીસને જાણ કરાતા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં લખ્યું છે કે, હું અને મારા પપ્પા બેકસુર છીએ. સોરી માય ફેમિલી. હું તમને છોડીને જાઉં છું, પણ હું પોતાને અને મારી ફેમિલીને બેક્સુર સાબિત કરવા બીજા કોઈ રસ્તો નથી. તેથી મારે આ કરવું પડે છે. આ મામલે રાણીપ પોલીસે સ્યુસાઇડ નોટ આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.