અમદાવાદ પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી અંજલિ રૂપાણીએ જીવ ગુમાવ્યો. તેમના નિધનથી રૂપાણી પરિવાર પર આભ તૂટી પડ્યું. પરંતું વિજય રૂપાણીના મોતની ખબર પત્ની અંજલિ રૂપાણીથી છુપાવવામાં આવી હતી. આ માટે રૂપાણીના નજીકના બે નેતાઓએ મોટો રોલ ભજવ્યો હતો. લંડનથી અમદાવાદ પહોંચતા સુધીમાં તેઓએ અંજલિ રૂપાણીને આ દુખદ સમાચારથી દૂર રાખ્યા હતા.
વિજય રૂપાણી દીકરી રાધિકાના ઘરે એક ધાર્મિક પ્રસંગ હોવાથી લંડન જવા નીકળ્યા હતા. પરંતું હજી તો તેમની ફ્લાઈટે ઉડાન ભરી અને તેઓ મોતને ભેટ્યા. પ્લેન ક્રેશની આટલી મોટી ખબર હોવા છતાં તેમના પત્ની અંજલિ રૂપાણીથી છુપાવવામાં આવી હતી. કારણ કે, તેઓ રસ્તામાં ભાંગી ન પડે અને સ્વસ્થ રહીને લંડનથી અમદાવાદ પહોંચી શકે. અંજલિ રૂપાણીને માત્ર એટલુ જ કહેવામાં આવ્યું હતું કે, તેમને ઈજા પહોંચી છે અને તેઓ હોસ્પિટલમાં છે.
અંજલી રૂપાણીને લંડનથી અમદાવાદ લાવવાની જવાબદારી રૂપાણીના બે સાથી મિત્રો નીતિન ભારદ્વાજ અને ધનસુખ ભંડેરીએ બખૂબી નિભાવી. તેઓ છેલ્લે સુધી રૂપાણી પરિવારના પડખે ઉભા રહ્યા હતા. આ ઘટના બની ત્યારે નીતિન ભારદ્વાજ અને ધનસુખ ભંડેરી બંને લંડનમાં જ હતા. પહેલા રૂપાણી, નીતિન ભારદ્વાજ અને ધનસુખ ભંડેરી એકસાથે ૫ જુનના રોજ લંડન જવાના હતા. પરંતુ રૂપાણીનો પ્લાન કેન્સલ થતા બંને નેતાઓ ૧૦ જુનના રોજ લંડન જવા નીકળી ગયા હતા.
આ વિશે ધનસુખ ભંડેરીએ જણાવ્યું કે, ૯ જુનના રોજ તો અમે બધા સાથે જ હતા, તેના બાદ ૧૦ જુને અમે લોકો લંડન નીકળી ગયા હતા. દીકરી રાધિકાના ઘરે પ્રસંગ હતો, તેથી અમે બધા ત્યાં હાજરી આપવા ગયા હતા. ત્યાંથી અમે બધા ૮ દિવસના પ્રવાસ પર પણ જવાના હતા. અને વિજયભાઈ ૧૨ જુને નીકળવાના હતા, તેમણે ૧૧ જુને અમારી સાથે વીડિયો કોલમાં વાત પણ કરી હતી. પરંતું તેના બાદ ૧૨ જુને આ દુખદ ઘટના બની હતી.
તેઓએ આગળ કહ્યું કે, એ દિવસે સવારે ૯ વાગ્યાનો સમય હતો, અને અમે રાધિકાના ઘરે નાસ્તો કર્યા હતા ત્યાં જ અમને પ્લેન ક્રેશના સમાચાર મળ્યા. હું નીતિનભાઈને એકસાઈડ લઈ ગયો, અને બધી વાત જણાવી. આ સમયે અંજલિબેન પણ અમારી સાથે હતા, પરંતુ અમે તેમને ખબર પડવા ન દીધી. અંજિલબેનને પણ એ સમયે કોલ આવતા હતા. તેમણે અમને પૂછ્યું કે ખરેખર શું થયું છે. તો અમે કહ્યું કે ઈજા થઈ છે અને હોસ્પિટલમાં છે. બસ, અમે તેમણે કંઈ પણ જાણ કર્યા વગર અમદાવાદ લઈ આવ્યા હતા. પરંતું સફર લાંબી હતી, આ વચ્ચે અંજલિબેનને ખ્યાલ તો આવી જ ગયો હશે, પરંતું તેઓ કંઈ બોલતા ન હતા. રસ્તામાં અમે પણ કોઈ બાબતનો ઉલ્લેખ ન કર્યો.