૧૪મી ડિસેમ્બરના રોજ અભિનેત્રી અંકિતા લોખંડે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ. અંકિતાએ બોયફ્રેન્ડ વિકી જૈન સાથે સાત ફેરા લીધા. વિકી કૌશલ અને કેટરિના કૈફ પછી અંકિતા અને વિકીના લગ્નના ફંક્શન્સના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલા છે. મહેંદી, સંગીત, સગાઈ, પીઠી તમામ ફંક્શનમાં વિકી અને અંકિતાએ ખૂબ મજો કરી હતી. અંકિતાએ લગભગ તમામ ફંક્શનમાં ખૂબ ડાન્સ કર્યો. લગ્નની સાંજે જ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું જેમાં ટીવી ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ હાજર રહ્યા હતા. ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્રિટીએ શ્રીમાન અને શ્રીમતી જૈનના રિસેપ્શનમાં હાજરી આપી હતી. જેમાં અનીતા હસનંદાની, મૃણાલ ઠાકુર, મુકેશ છાબરા, હિતેન તેજવાની, સંજીદા શૈખ, આશા
નેગી, આરતી સિંહ, કરણવીર બોહરા, પત્ની ટીજે સિધુ, પૂજો બેનર્જી અને પતિ કુણાલ વર્મા, રાજ સિંહ અરોરા, એજોઝ ખાન, પવિત્રા પુનિયાનો સમાવેશ થાય છે. ધામધૂમથી લગ્ન કર્યા પછી હવે અંકિતા લોખંડે અને વિકી જૈન લગ્ન પછીની વિધિમાં વ્યસ્ત છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં લગ્ન પછી પણ વર વધુએ અનેક રસમો કરવી પડે છે, જેમાંની ઘણી રસમો મજોની હોય છે અને પરિવારના લોકોને તેમાં ખૂબ મજો આવતી હોય છે. અંકિતાની તે વિધિના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં જોઈ શકાય છે કે, અંકિતા અને વિકી પાણી, હળદર અને ફૂલોના મિશ્રણમાં વીંટી શોધી રહ્યા છે. અન્ય એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં અંકિતાની બહેનો વિકી જૈન પાસેથી જૂતા ચોરવાની રસમના પૈસા માંગી રહી છે. વિકીએ તેમને ૧૧ હજોરની આસપાસ પૈસા આપ્યા. ઉલ્લેખનીય છે કે અંકિતા લોખંડેએ પોતાના લગ્ન પર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરવામાં આવેલો ગોલ્ડન લહેંઘો પહેર્યો હતો. વિકી જૈને શેરવાની પહેરી હતી. કપલે સોમવારે સંગીત સેરેમનીનું આયોજન કર્યું હતું. જેમાં તેના મિત્રો અને પરિવારના સભ્યોએ હાજરી આપી હતી. સેરેમની દરમિયાન અંકિતાએ ‘તાલ’ ફિલ્મના સોન્ગ ‘તેરે બિના’, ‘બોમ્બે’ના સોન્ગ ‘કહેના હી ક્યા’ અને ‘દિલ તો પાગલ હૈ’ના ‘અરે રે અરે’ પર ડાન્સ કર્યો હતો. બીજી તરફ અંકિતાના થનારા પતિએ સંગીતના ફંક્શનમાં ‘બેંગ બેંગ’ ફિલ્મના ‘તુ મેરી’ પર જબરદસ્ત ડાન્સ કર્યો હતો. શિમરી આઉટફિટમાં અંકિતા સ્ટનિંગ લાગી રહી હતી જ્યારે વિકીએ ડિઝાઈનર સૂટ પહેર્યું હતુ. અંકિતા લોખંડેની ‘મણિકર્ણિકા’ની કો-સ્ટાર કંગના રનૌતે પણ સંગીત સેરેમનીમાં હાજરી આપીને ચાર ચાંદ લગાવી દીધા હતા. ફંક્શન દરમિયાન અંકિતા લોખંડે, વિકી જૈન અને કંગના રનૌત વાતોમાં મશગૂલ દેખાયા હતા.