ડિસેમ્બરની શરૂઆત થઈ ચૂકી છે. આ મહિને એક બાદ એક ઘણા સેલિબ્રિટીને ત્યાં લગ્નની શરવાઈ વાગવાની છે. જેમાંથી એક અંકિતો લોખંડે અને બોયફ્રેન્ડ વિકી જૈન પણ છે. ઘણા વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ અંકિતા અને વિકી તેમના સંબંધોને એક ડગલું આગળ વધારવા જઈ રહ્યા છે અને આ માટે હવે ગણતરીના દિવસ બાકી છે. અંકિતા લોખંડે અને વિકી જૈન તરફથી પ્રી-વેડિંગ સેલિબ્રેશનની શરૂઆત થઈ ચૂકી છે. કપલે હાલમાં નજીકના મિત્રો સાથે કોઈ હોટેલમાં સેલિબ્રેશનમાં કર્યું હતું. ‘પવિત્ર રિશ્તા’ની ‘અર્ચના’ તરીકે ઘર-ઘરમાં જાણીતી થયેલી અંકિતા લોખંડેએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર સેલિબ્રેશનના ઘણા વીડિયો શેર કર્યા છે. પ્રી-વેડિંગ સેલિબ્રેશનના વીડિયોમાં અંકિતા લોખંડે ગોલ્ડ શિમરી સાડીમાં જાવા મળી રહી છે. તેણે ગળામાં ચોકર પહેર્યો છે અને વાળને બાંધીને રાખ્યા છે. સાડીમાં તે હંમેશાની જેમ સુંદર લાગી રહી છે. તો વિકી જૈને પેસ્ટલ શેડનો બંધ ગળાનો કૂર્તો અને પાયજામો પહેર્યો છે. વીડિયોમાં અંકિતા થનારા પતિ સાથે સૌદા કરા કરા, મેરી મમ્મી કો પસંદ નહીં તું જેવા સોન્ગ પર ડાન્સ કરી રહી છે. વિકી સાથે વધુ એક વીડિયો શેર કરીને તેણે લખ્યું છે ‘મારા જાનેમન સાથે. એક દિવસ પહેલા, અંકિતા લોખંડે અને વિકી જૈન કેટલાક ખાસ મિત્રોને આમંત્રણ આપવા માટે તેમના ઘરે ગયા હતા. અંકિતા અને વિકી એકતા કપૂરના ઘર બહાર હાથમાં કંકોત્રી સાથે દેખાયા હતા. મીડિયાએ આ દરમિયાન ‘કાલથી હવે લગ્નનો મહિનો શરૂ થઈ રહ્યો છે’ તેમ કહેતા બંને થોડા શરમાઈ ગયા હતા. અંકિતાએ જવાબમાં માત્ર ‘બરાબર’ કહ્યું હતું તો વિકીએ કહ્યું ‘બધું થવાનું છે’. ફોટોગ્રાફર્સે બાદમાં વિકીને જીજુ કહેતા તે હસી પડ્યો હતો. જણાવી દઈએ કે, અંકિતા અને વિકીના લગ્ન મુંબઈમાં જ થવાના છે. લગ્નનો સમારોહ ત્રણ દિવસનો રહેશે. ૧૪મી ડિસેમ્બરે બંને લગ્નના તાંતણે બંધાશે. જેમાં પરિવારના સભ્યો અને ખાસ મિત્રો હાજરી આપશે. તમામ ફંક્શન થીમ પ્રમાણે થાય તે માટેની તકેદારી અંકિતા રાખી રહી છે. નવેમ્બર મહિનામાં અંકિતા લોખંડેની બેચરલ પાર્ટી યોજાઈ હતી. જેમાં સૃષ્ટિ રોડે, માહી વિજ, રશ્મિ દેસાઈ, અમૃતા ખાનવિલકર, મૃણાલ ઠાકુર સહિતની તેની ફ્રેન્ડ્‌સે ખૂબ ધમાલ કરી હતી.