દેવીબાએ અને હરિબાપુએ નકારમાં મસ્તક ધુણાવ્યું ને હરિબાપુ બોલ્યાઃ ‘ના સાહેબ, આવું નામ અમે પહેલીવાર જ સાંભળ્યું.’
‘ઠીક……..’ ડોકટર બોલ્યા ઃ ‘બે દિવસ હોÂસ્પટલમાં રહેવું પડશે. અમારો સ્ટાફ, અમારી ટીમ વસંત જે કંઈ બોલે તેની તપાસ તાર્કિક રીતે કરી મૂળ સુધી પહોંચવા પ્રયાસ કરે છે.પછી તેને ઘરે લઈ જવાની રજા આપીશ. ઓ..કે…સાહેબ સાચી સલાહ આપી. ને દેવીબા-હરિબાપુ ચેમ્બરમાંથી બહાર નીકળ્યા.ં
‘આ નવા રોગે…….મારી દીકરાનું ભવિષ્ય બગાડી નાખ્યું. ભગવાન પુત્રને ઝડપથી હતો તેવો કરે….’ હરિબાપુ ધીમેથી…આંસુ સારી દેવીબા સાંભળે તેમ બોલી હોસ્પિટલના એક બાકડા પર ભાંગેલા હૈયે બેસી ગયા.
પછી તો હોસ્પિટલમાં બે દિવસ જેમ તેમ પસાર કર્યા. દેવીબા તો પુત્રને પથારીમાં સૂતેલો જાઈ રડી પડતા. આજે રજા મળવાની હતી. ડોકટર સાહેબના રાઉન્ડ પછી રજા મળવવાની હોવાથી થોડી ખુશી હતી. ઘેર જવાની રજા આપતા છેલ્લે ડોકટર સાહેબે સૂચના આપીઃ
‘વધારે પડતી ચિંતા ન કરતા. તમારા સંતાનને નાના બાળકની જેમ સાચવજા, વહાલ કરજા. દવા આપી છે. તેને સમયસર આપજા. આમ તો દર્દી વસંત ડાહયો છે. મારી હોસ્પિટલમાં આ પ્રથમ કેસ છે. કે જેમા દર્દીએ તોફાન ન કર્યું હોય! ’ આટલુ કહીં ડોકટર સુધીર રાજા સાહેબે વસંતને ડિસચાર્જ કર્યો.
પ્રાઈવેટ વાહન ભાડે કરી વસંતને લઈ બા-બાપુ ઘરે આવ્યા. ઉંચક જીવે બે જીવવાળી વર્ષા ખૂબ ચિંતિત હતી. પોતાના પતિ વસંતના ચહેરાને જાતા જ તે રડી પડી. આંસુની ધાર ચાલી. દેવીબાએ હિંમત સાથે આશ્વાસન આપ્યું. ત્યારે વસંત તો દિવસ-રાત બસ સુનમુન બેસી જ રહેતો. થોડા દિવસો આમ જ પસાર થયા.
ને, સમયમર્યાદા પૂરી થતા વર્ષાને પુત્રીરત્નનો પ્રસવ થયો. બા-બાપુ ખૂબ ખૂશ થયા. માતાજીની પધરામણી થઈ. વર્ષાનાં પેટમાં રમતી વેળા પતિ સાથે થયેલી વાતચીતના આધારે, પતિની પસંદગીનું નામ, વર્ષાએ તેની પુત્રીનું નામ ઋતુ રાખ્યું. આ નામ વસંતને ખૂબ ખૂબ પ્રિય હતુ.
એકદા, એ રાતે….
વસંતને શૂન્યમનસ્ક દિમાગમાં એક સપનું આવ્યું ઃ
ઋતુના કપાયેલા ઘાટીલાં નાનાં નાનાં પયોધરોના બંન્ને પિંડ એક તાસકમાં પડયા છે. કાપીકૂપીને ચૂંથેલા બંન્ને પિંડ વસંતની નજર સામે ધીમે ધીમે ઓગળવા-પીગળવા લાગ્યા.
ને એ પિગળેલા પ્રવાહી ચરબીઓમાંથી એક નવો જ પિંડ પેદા થયો. એ પિંડ વર્ષાના પેટમાં પોષાયો ને પ્રસવ થયો. એક કુમળી બાળાનો…ને એવુ આ ચિત્ર જાતા જ વસંતે જારથી ત્રાડ નાખીઃ ઋતુ..ઋતુ….ઋતુ..
વર્ષા આ ત્રાડ સાંભળી ધ્રુજી. તેના શ્વાસો વધ્યા. થોડી ડરી પણ ખરી. છતા તદ્દન વસંતની નજીક જઈ, વસંતને ઘોડિયામાં સૂતેલી ઋતુ તરફ આંગળી ચીંધી બતાવતા કહ્યું.
‘તમારી ઋતુ શાંતિથી ઉંઘે છે…..! વધારે બૂમો ન પાડતા…’
‘હે….મારી ઋતુ ઉંઘે છે? વર્ષા, તેને મારી પાસે લઈ આવ, મારે તેને જાવી છે, રમાડવી છે!’
ને,
વર્ષાએ ઉભા થઈ, ઘોડિયામાં સૂતેલી ઋતુને ઉંચકી વસંત પાસે આવી, તેના હાથમાં આપી.એ સાથે જ એક ચમત્કાર થયો.નાનકડી ઋતુને વસંતે ચૂમીઓથી નવડાવી દીધી.આ દ્રશ્ય જાઈ રહેલા બા-બાપુની આંખમાં હર્ષના આંસુ છલકાયા.
ત્યારે વર્ષાને થયું કે, વસંતને તેની ઋતુ મળી! ને પોતાને વસંત સાથે ઋતુ!
(સમાપ્ત)